________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક મનુષ્યનો સંહાર કર્યો પરંતુ તેણે સમ્યગ્દષ્ટિપૂર્વક કર્મવેગ આદરેલ હોવાથી તેઓએ ચતુર્થગુણ સ્થાનક દશાનું જીવનમુક્તત્વ પ્રાપ્ત કરીને અંતે આદર્શભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવતી હતા. ગૃહસ્થાવાસમાં ચક્રવતિ પદવી એગ્ય અનેક પ્રકારના તેમણે ભેગ ભેગાવ્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યો કર્યાં હતાં છતાં સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેઓનામાં સર્વ કાર્યો કરતાં છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણું પ્રગટયું હતું તેથી તેઓ મનની સમાનતા પ્રાપ્ત કરી શક્યા હતા અને તેથી તેઓ ગૃહસ્થાવાસની કમગની શાલામાં ભેગાવલિ કર્મોને ભેગવતાં અમુકાપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શક્યા હતા. આપણા આત્મામાં પણ તેવી સત્તાએ શક્તિ છે.
આત્મજ્ઞાનીઓ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્રક ખરેખર પૂણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્રકંઈ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતું નથી. તદ્વત્ અત્ર પણ અવધવું કે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાનીઓ જ પરમાત્માએ તિરે ભાવે છે અને તેઓ આવિર્ભાવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગ્દષ્ટિધારક જ્ઞાનીઓ સર્વ વિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગ્ગદષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત ગુણ ઉત્તમ છે. કારણ કે તેઓએ સર્વ સંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિઓ આત્મસુખના ભોક્તા બને છે તેઓ બાહ્ય આયુષ્ય જીવન જીવતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાદિક જીવને જીવતા જાગતા સાધુ પરમેષ્ટિ દેવે છે. દી દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાનિસાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખનો અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાની ઇંદ્રિયાતીત પરબ્રહ્મ સુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવા માત્રથી અને તેમને થોડોઘણે
For Private And Personal Use Only