________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર છે. ગૃહસ્થ ધર્મ અને ત્યાગી ધર્મ એ પ્રકારના ધર્મ આપે વિધલેકહિતાર્થે સમ્યગ આચરી બતાવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિક દેવ, ચાર પ્રકારના દેવ અને દેવીઓ, વીરે, શક્તિઓ, લેકપાલ, ગ્રહ, રુદ્રો વગેરે સર્વે આપનાં ધ્યાન ભક્તિ કરી જ્ઞાનાદિ ગુણ તેમ જ પરબ્રહ્મતાને આવિર્ભાવ કરે છે. આપના ચરણથી અર્બુદગિરિ પવિત્ર થયો છે. વિશાખ સુદિ તૃતીયાના દિવસે આપ અહીંયાં પધાર્યા છે તેથી વૈશાખ સુદિ તૃતીયાના દિવસે જે લોકો અહીં આવી આપ પ્રભુની ભકિત કરશે તથા ધ્યાન ધરશે તેઓ અસંખ્ય પ્રકારના કેટી યાનું ફળ એક ક્ષણમાં અહીં પામશે.
સર્વ વેદોનું અધ્યયન કરોડો વર્ષ પર્યત જેઓ કરે છે તેઓ અહીં આવીને આપનું ધ્યાન ધરશે અને ભક્તિ કરશે તો તે એક ક્ષણમાં સર્વ વેદના કરોડો વર્ષના અધ્યયનનું ફળ. પામશે. કલિયુગમાં અહીં આવીને જે આપનું ધ્યાન, સ્મરણ કે જાપ કરશે તેઓ સર્વ પાપથી વિમુક્ત થશે.
હે પ્રભો ! આપને ભક્તો જ્યારે પરાભક્તિથી સંભારશે ત્યારે આપ અહીં મળશે એવો આપનો આશીર્વાદ સત્ય છે. જે લેકે અહીં આવી દાન, તપ, જપ, યજ્ઞ વગેરે ધર્મકર્મો કરશે તેઓ અનંતગણું ફળ પામશે. અહીં આવીને તપ કરનારાઓ સર્વ પ્રકારના શાપથી વિમુક્ત થશે. “પરબ્રહ્મ મહાવીર મહાવીર એ જેઓ જાપ જપશે તથા જાપ જપનારાઓની જેઓ ભક્તિ કરશે તેઓ આપને નિષ્કામભાવથી તથા સકામભાવથી પામશે.
“પ્રભો ! આપે અમોને તાર્યા. સ્વધર્મમાં તત્પર રહેવું અને અન્ય ધર્મને દ્વેષ ન કરવો અને સર્વ જેમાં ધર્મ રહેલ છે તે આપે જણાવ્યું. સર્વ મહર્ષિઓને આપે આત્મજ્ઞાન આપી પવિત્ર કર્યા. આપને અનંત મહિમા છે. આપનાં અનેકરૂપે અમે એ દર્શન કર્યા.”
For Private And Personal Use Only