________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુનો વિહાર તેથી તે નિલેપ રહે છે અને અજ્ઞાની સલેપી થાય છે. બાહ્ય સ્થળ વિશ્વમાં સ્કૂલ દેહથી રાગદ્વેષાત્મક બુદ્ધિ વિના કર્તવ્યકર્મો થાય છે ત્યારે અબદ્ધાત્માનુભવ થાય છે. જ્યારથી માનું જ્ઞાન થાય છે ત્યારથી જીવન્મુક્તિ છે.
યશ-અપયશ, માનાપમાન વગેરેની વૃત્તિઓનું મૂળ કારણ અજ્ઞાન છે. બાહ્ય જડ પદાર્થોને આત્મામાં આરોપ જે થાય છે તેથી પિતાના આત્માને ઉપચારરહિત દેખે. જે પદાર્થો યરૂપ છે તેમાં અહંતાધ્યાસ ન ધારે. મન, વાણી અને કાયાની પ્રાપ્તિ પુણ્યથી છે અને તેથી આત્માની શકિતઓ ખીલે એમ પ્રવર્તે. મન વાણું અને કાયાને સાધનરૂપ માનો અને તેને પોતાના તથા અન્ય માટે સદુપયોગ કરો. મન, વાણી, કાયામાં આત્માનું સ્વરૂપ ચિંતવવાથી મન, વાણી, કાયામાં આત્માની શક્તિઓનો વિકાસ થાય છે. આત્મામાં આત્મરૂપથી પરિણમીને મન-વાણું-કાયામાં સાક્ષરૂપ બની પ્રવર્તવાથી આત્મા પરમેશ્વર બને છે. સર્વ જીવો સાથે શુદ્ધ પ્રેમથી વર્તો. જ્યાં સુધી નામરૂપની હવૃત્તિ ન ટળી હોય ત્યાં સુધી ભક્તિ અને કર્મચગને અવલંબી આગળ વધે. નામરૂપની હવૃત્તિના નાશ પછી સંપૂર્ણ જ્ઞાનને પ્રકાશ થાય છે અને પશ્ચાત્ આત્મા તે જ પરબ્રહ્મ મહાવીર બને છે. બહિરાત્મભાવ ટળતાં અંતરાત્મભાવ પ્રગટે છે અને અંતરાત્માને પ્રાપ્ત થતાં મનવાણી-કાયાથી પૂર્વકમ ભગવાવા છતાં નવીન કર્મને બંધ થતો નથી, અને તેથી ગૃહસ્થાવાસમાં તથા ત્યાગાવસ્થામાં અનંત પુણ્ય, સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને અંતરાત્મભાવ પ્રાપ્ત થયા પછીથી પ્રતિકૂલપતિત સંયોગેમાં પણ આત્માની આંતરશુદ્ધિ અને પ્રગતિ થયા છે. ઋષિઓ! આત્માને જ પરમાત્મરૂપ ભાવ. આત્મા તે જ પરમાત્મા છે, એવી દૃઢ ભાવનાથી ધારણું ધારો અને તેવું ધ્યાન ધરે કે જેથી સર્વ
For Private And Personal Use Only