________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પામશો. દુષ્ટ કષાયે જીતવા તે તપ છે. સર્વ લોકોને સત્યજ્ઞાન આપે. ઉપાધિવાળા સાદિક્ષાંત સુખ પર વૈરાગ્યભાવ ધારણ કરે અને આત્મમહાવીરના નિરુપાધિ અનંત અખંડ સુખ પર પ્રેમ ધારણ કરો. જડની સાથે સંબંધિત સર્વાત્માઓ પર પ્રેમ રાખે અને જડ પર્યામાં વૈરાગ્ય ધારણ કરે. એ પ્રમાણે વર્તવાથી મનની શુદ્ધિ થતાં તમે આપોઆપ જાણશો, દેખશો અને મુક્ત થશે.” તારંગ પર્વત ઉપર સિંહને ઉદ્દબોધન :
પ્રભુ મહાવીર પરમાત્માએ ત્યાંથી વિહાર કરી તારંગ પર્વત પર કોરિશિલા પર પધાર્યા. ત્યાં એક કૂર મહાસિંહ વસતો હતો. તેણે એક ગાય પર નજર નાખી અને તેને મારવા દેડ્યો. ગાયે પ્રભુ મહાવીર પરમાત્માની પ્રાર્થના કરી. ગાયે પ્રાર્થના કરવા માંડી કે, “હે પ્રભે મારું બચ્ચું મારી સાથે છે. મારા વિના બચ્ચું (વાછરડું) જીવી શકે તેમ નથી. હે મહાવીર દેવ! સહાય કરો સહાય કરો.” ગાય પ્રાર્થનામાં એટલી મશગૂલ થઈ ગઈ કે તેને સિંહને જોવાનું ભાન રહ્યું નહિ, તેમ જ તે પોતાના ગાયના સ્વરૂપનું ભાન ભૂલી ગઈ. તેની આંખો બંધ થઈ ગઈ. કૂર સિંહ ઠેઠ ગાયની નજીક આવી પહોંચ્યો અને થાપ મારવા પંજે ઊંચો કર્યો, પરંતુ તે તેવી સ્થિતિમાં સ્થિર થઈ ગયો. ત્યાંથી તસુ માત્ર આઘોપાછો ખસી શક્યો નહિ, પંજાને પાછો ખેંચી શક્યો નહિ. સિંહ મનમાં વિચારવા લાગ્યો કે અરે, મારું બળ ક્યાં ગયું ? અરે, મને કોણે જકડી દીધે? હાય, હવે હું શું કરું?
આ પ્રમાણે એ વિચાર કરે છે એવામાં દસ બાર હાથ ઉપર ઊભા રહેલા પરબ્રહ્મ મહાવીર પ્રભુ પર તેની દષ્ટિ ગઈ. તેણે મનમાં વિચાર કર્યો કે આ મહાપુરુષ ઋષિએ મારા પર શક્તિ અજમાવી હોય એમ લાગે છે. તેણે મનમાં મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા. તેથી મહાવીર પ્રભુ તેને મધુર શબ્દોથી કહેવા
For Private And Personal Use Only