________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
હે ભગવન ! હવે અમારો ઉદ્ધાર કરે, એ પ્રમાણે તેઓનું બોલવું શ્રવણ કરી પરમાત્મા જિનેશ્વર મહાવીરદેવે તેઓને અનેક રહસ્યમય ગજ્ઞાનનું શિક્ષણ આપ્યું.
પરમાત્મા મહાવીરદેવે કાશીસ્થ ઋષિ-મુનિ-બ્રાહ્મણાદિ જૈન સંઘને કહ્યું કે તમે ભવ્ય ભક્ત છે. તેથી તમને મેં વિવેશ્વર એવું મારું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રી પાર્શ્વનાથ તીર્થ કરની ગણધર પરંપરાના તમે પ્રચારક છે. જેને ધર્મને યથાશક્તિ આદરે. ચથુરામાં રષિઓને ધર્મોપદેશઃ
પરમાત્મા મહાવીરદેવ કાશીથી વિહાર કરીને મથુરા નગરીમાં પધાર્યા. મથુરા નગરીની પાસે નદીના કાંઠે પરમાનંદથી બેઠા. ત્યાં અનેક મુનિ-ઋષિઓ તેમના દર્શનાર્થે આવ્યા અને પ્રભુના વચનામૃતને શ્રવણ કરી પરમ હર્ષને પામ્યા. મથુરા નગરીની બહાર વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીને તૂપ હતા ત્યાં પ્રભુ પધાર્યા. શ્રી મુનિસુવ્રતસ્વામીએ શ્રી રામચંદ્રજીને જે જે ઉપદેશ આપે હતો તે તત્રસ્થ ઋષિઓને કહી બતાવ્યું. ઋષિગણે શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું કે આત્મા ની સાથે કર્મ પ્રકૃતિને કે સંબંધ છે અને આત્માની કેવી દશા ચિંતવવી?
પ્રભુ મહાવીરદેવે કહ્યું કે આત્માની સાથે કર્મને અનાદિ કાળથી સંગ સંબંધ છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્માની સાથે કર્મને સંબંધ છે, શુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ આત્મા સિદ્ધ, બુદ્ધ, મહાવીર પ્રભુ છે, અબંધ છે, અકર્તા-હર્તા, નિત્ય નિરંજન છે, અશુદ્ધ પર્યાયને વસ્તુતઃ આત્મામાં જે આરોપ છે તે ઔપચારિક છે. સ્ફટિકમાં રક્ત અને કૃષ્ણ પુષ્પને રંગ જેમ ભાસે છે તેમ આત્મા પોતે રાગદ્વેષના પરિણામથી શુભાશુભ પરિણામ કર્મવાળે ભાસે છે, પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ તે ખરેખર
For Private And Personal Use Only