________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૩૨
અધ્યાત્મ મહાવીર બ્રહ્માંડને પ્રભુના ઉદરમાં દીઠા, અસંખ્ય સૂર્યચંદ્રવિશિષ્ટ પૃથ્વીગાળકોને પ્રભુના શરીરમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતારૂપે રહેલા દીઠ અસંખ્ય વિષ્ણુ, બ્રહ્માઓ અને રુદ્રોથી સ્તવાતા પરબ્રા મહાવીર પ્રભુને દીઠા. અસંખ્ય હેને પ્રભુની સ્તુતિ કરતા દીઠા. દેવલે અને નરકોને દેખ્યા. અસંખ્ય ભાષા અને લિપિઓથી લખાયેલાં અસંખ્ય યુગના અસંખ્ય વેદશાસ્ત્રોને દીઠાં તથા વર્તમાન ચાર યુગમાં પ્રવર્તતા અલ્પ સૂક્તવાળા વેદશાસ્ત્રોને દીઠાં. અસંખ્ય તારા
ને દેખ્યા. અસંખ્ય યુગોમાં થયેલા તીર્થકરોને દીઠા. અસંખ્ય યુગમાં થયેલી જુદી જુદી મનુષ્યજાતને દીઠો. અનાદિકાળથી ચાલતા આવેલ એવા જૈનધર્મને દીઠે, અને સર્વ ધર્મો વડે સ્તવાતા એવા જૈન ધર્મની પ્રભુતા દીઠી. અનાદિ-અનંત એવા પરબ્રહ્મ મહાવીર પ્રભુનું ઐશ્ચર્ય દેખીને સર્વ ઋષિમુનિઓ પ્રભુને સ્તવવા લાગ્યા. ઉપર, નીચે, ચારે બાજુએ સાકાર-નિરાકાર એવા પ્રભુ મહાવીરનું સ્વરૂપ દેખીને સર્વ ઋષિ-મુનિ–બ્રાહ્મણે પિતે પિતાને ભૂલી ગયા અને પ્રદ્યુમય પિતાને અનુભવવા લાગ્યા. જાણે હજારે વર્ષ સુધી એવી દશામાં પિતે હેય એવું અનુભવવા લાગ્યા. તેથી તેઓએ પરબ્રહ્મ મહાવીર એ જ વિકવેશ્વર છે, અન્ય કઈ વિકવેશ્વર નથી—એ પૂર્ણ નિશ્ચય કર્યો કે તરત જ તેઓની આંખ ઊઘડી ગઈ. તેથી તેઓ મહાશ્ચર્યને પામ્યા તથા પ્રભુ મહાવીરને પરબ્રા પરમેશ્વર તરીકે અનુભવ્યા. સ્થૂલ શરીર દ્વારા જાગ્રત થતાં તેઓએ પરમાત્મા મહાવીરના નામને જયઘોષ કર્યો અને પ્રભુના ચરણમાં નમી પડીને સ્તવવા લાગ્યા કે, “હે પરમેશ્વર ! આપ જ વિશ્વેશ્વર છે. આપ સર્વ ઈશ્વરાવતારોમાં મહેશ્વર વિશ્વેશ્વર એવા ચોવીસમાં મહાવીર પ્રભુ છે. આપના શરણે અમે આવ્યા છીએ અને આપનું શરણ કરી આપના ભક્ત જનો બન્યા છીએ. અમે જૈનધર્મને સત્ય માનતા હતા તે ફક્ત પરંપરાના વ્યવહારથી માનતા હતા. હવે અમો સાક્ષાત તમેને પ્રભુ તરીકે દીઠા અને જૈન ધર્મના અમે સાચા અનુભવી બન્યા છીએ.
For Private And Personal Use Only