________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O એ ભવ્ય પ્રતિ,
સ્વ. બુદ્ધિસાગરસૂરિજી વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તે શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુખ દેવસ્થંભ, યોગીન્દ્રના જેવી દાઢી ને જબરદસ્ત દંડ.
* આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, છતાં પણ નિરખી છે, તેમના અંતરમાંથી તે જલદી ભુસાશે નહિ જ.
આનંદઘનજી પછી આવા અવધૂત જેન સંઘમાં થોડા જ થયા હશે. સાથેના શિષ્યમંડળના તે બ્રહ્મજન્મદાતા, પિતા ને શિરછત્ર ગયા છે.
એક મારું ભજન સાંભરી આવે છે, તે લખું છું. તેનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે, એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે–
મળે છે જતિ સતિ રે, કોઈ સાહેબને દરબાર ધીગાધોરી ભારખમાં, સધર્મતણા શણગાર, પુણ્ય પાપના પરખંદા, કંઈ બ્રહ્મતણા અવતાર. મળે જો આંખલડી અનમાં રમતી, ઉછળતાં ઉરનાં પૂર, સત ચિત આનંદે ખેલે છે, ધર્મધુરંધર ધીર. મળે જો
–મહાકવિ શ્રી નાનાલાલ
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only