________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર રવીને મારી સાથે શ્રી મહાવીર ભગવંતને વાંદવા માટે તૈયાર થાય અને દેવવિમાનમાં બેસે. હજારો દે અને દેવીએથી પરિવરલ ચંડકૌશિક દેવવિમાનમાં બેસીને મનુષ્યલેકમાં આવ્યું. નદીશ્વરદ્વીપમાં વિમાન સ્થાપીને પરમાત્મા મહાવીદેવ પાસે આવ્યે. પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને વાંઘા, નમ્યા, સ્તવ્યા અને પરમ પ્રેમથી પ્રભુની પર્યું પાસના કરવા લાગ્યા. તાપસાશ્રમમાં તેણે જલ અને સુધીમય પંચવણ પુષ્પની વૃષ્ટિ કરી. તેણે પ્રભુ આગળ દેવીઓ સાથે નૃત્ય કરવા માંડ્યું. તે પ્રભુનો ઉપકાર જાહેર કરવા લાગ્યા. ત્યાં અનેકતાપસજનો આવ્યા. તેમની સમક્ષ ચંડકૌશિક દેવ કહેવા લાગ્યો કે જેઓ પ્રભુ મહાવીર દેવની પથું પાસના કરશે તેઓને ક્રોધના દુખમાથી બચાવીશ. પરબ્રહ્મ મહાવીર દેવની સામે સ્તુતિ કરતા સામા ઊભેલ એવા ચંડકૌશિકનું વૃત્તાંત જેઓ સ્મરશે તે ઉગ્ર ક્રોધને ઉપશમાવશે અને શાંત બનશે. તે આત્મસમાધિને લાભ મેળવશે. પ્રભુના ચરણમાં રહેલ એવી મારી નાગ અવસ્થા સાથે શ્રી મહાવીર પ્રભુનું સ્મરણયાન ધરશે તેઓ તક્ષકાદિ સર્પવૃન્દથી નિર્ભય, નિર્વિષ, નિર્વિન રહેશે.
હે પ્રભે! આપના સત્ય ભકતના દાસને હું દાસ છું અને આપનાં ભકતની સેવા કરીને દેવલોકમાં હું આપનું ગાન કરતાં વિચરીશ. આપના ભક્તને શેષનાગ જેવા નાગથી પણ ઉપદ્રવ થશે નહીં.
પછી તેણે સર્ષની કાયાને અગ્નિસંસ્કાર કર્યો. તાપ એ ચંડકૌશિક સર્પને દેવેલેકમાં દેવ થયેલ દેખીને તેને પ્રણામ કર્યા.
ચંડકૌશિક દેવે તાપસેને કહ્યું કે નાગપંચમીના દિવસે શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ પાસે મારી નાગાવસ્થાની મૂર્તિ પ્રભુની સામે પગે પડેલી જેઓ કરશે અને પ્રભુ મહાવીર ભગવતની સ્તુતિ કરશે તેઓનાં મનવાંછિત હું પૂર્ણ કરીશ. જેઓની પ્રભુ મહાવીર ભગવાન ઉપર જેવી શ્રદ્ધા-પ્રીતિ હશે તે હું તેની ઉપર પ્રેમ રાખીશ અને પ્રભુના ભક્તને દાસને દાસ થઈ તેઓને ગુપ્ત રીતે અથવા પ્રગટ થઈને સર્વ પ્રકારની સહાય આપીશ. એમ કહી પ્રભુને વાંદી,પૂછ, મહિમા કરી જે આવ્યું હતું તેને સ્વસ્થાને ગયો.
For Private And Personal Use Only