________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌશિકનો ઉપસાગર સહચારિણીઓ બની છે. માટે તેઓને ઉપકાર માનું છું. દુઃખને સમભાવે જોગવતાં આત્મામાં મહોત્સવ પ્રગટે છે. અને હાલ મારા હૃદયમાં દુખ પડવા છતાં પણ હૈયે રહે છે એ પરમદેવ મહાવીર પ્રભુની કૃપા છે. પરમબ્રા મહાવીરનાં દર્શન મારા જેવાને મૃત્યુ કાળે થાય છે એથી મને આત્મસમાધિની પ્રાપ્તિ થઈ છે.
એ પ્રમાણે ચંડકૌશિક મનમાં ભાવના ભાવતું હતું અને અત્યંત વેદના સહતો તે પ્રાચીન કર્મો નિજરતે હતે. પ્રભુ ઉપરની શ્રદ્ધા પ્રીતિ–ભક્તિના શુભ અધ્યવસાયે પુણ્યકમ ગ્રહણ કરતો હતો. તે સમયે શ્રી પ્રભુ મહાવીર ભગવંતે કહ્યું કે, “ચંડકૌશિક! સમભાવ શખ. સમત્વ જ મહાગ છે. તેનાથી અનંત કમનો ક્ષય થાય છે. વૈદ્ધાના જે ખરો પ્રસંગ છે.માટે સમભાવથી દઢ વૈર્યભાવ ધારણ કર.”
પ્રભુનાં વચનનું પાન કરીને ચંડકૌશિક અત્યંત સાવધાન થ, અત્યંત ઉપયોગી બન્યો અને દેહભાવને ભૂલીને મહાદ્ધાની પેઠે આત્મભાવે જાગ્રત થયે. દેહમાં રહેલા પ્રાણે વિલય પામ્યા. તેના શરીરમાંથી એક આત્મતિઃપુંજ આકાશમાં જવા લાગ્યા. અને આઠમા સહસ્ત્રાર નામના દેવલેકમાં બત્રીસ વર્ષના યુવકની પેઠે પુષ્પની શય્યામાં ચંડકૌશિક ઉત્પન્ન થયો. તેની આગળ દેવીઓ નાટક કરવા લાગી અને મધુર સ્વરે ગાવા લાગી તથા પૂછવા લાગી કે હે દેવ ! તમે એવું શું તપ કર્યું કે અહીં પ્રગટયા? પૂર્વભવમાં તમે કયાં કયાં તપ-વ્રત સેવ્યાં હતાં તેને પ્રકાશ કરે.
દેવીઓનાં મધુર વચન શ્રવણ કરીને ચંડૌશિક દેવ વિચારવા લાગ્યો. તેની અવધિજ્ઞાન થયું હતું. ચાર નિકાયના સર્વ દેવેને અવધિજ્ઞાન પ્રગટે છે. ચંડકૌશિકે પિતાને પૂર્વભવ દીઠે અને તેણે દેવીઓ આગળ જે બન્યું હતું તે સર્વ વૃત્તાંત કહ્યો. પરબ્રહમ મહાવીરદેવને તેણે અવધિજ્ઞાનથી દીઠા અને દક્ષિણ ભારત સન્મુખ રહી, સાતઆઠ પગલાં ભરી વંદના કરી અને દેવીઓને કહ્યું કે “જે પ્રભુની કૃપાથી હું સહસ્ત્રાર નામના આઠમા દેવલેકમાં અવતર્યો છું તે પ્રભુનાં મારે ત્યાં જઈ દર્શન કરવાં છે. માટે એક
For Private And Personal Use Only