________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
અધ્યાત્મ મહાવીર ઉપસંહાર :
પ્રભુ મહાવીરદેવને વૃત્તાંત શ્રવણ કરી શ્રીમતી યશોદાદેવી, પ્રિયદર્શના તથા નંદિવર્ધનનાં પત્ની અને તેમનાં પુત્રપુત્રીઓ તેમ જ સગાંવહાલાં અત્યંત આનંદ પામ્યાં. ક્ષત્રિયકુંડ, નગરના લેકોએ કર્ણોપકર્ણ પ્રભુ મહાવીરદેવનું ચરિત્ર શ્રવણ કર્યું તેથી નગરમાં સર્વત્ર આનંદ ફેલાયા. શ્રીમતી યશોદાદેવીને પ્રભુનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા થઈ. નંદિવર્ધને શ્રીમતી યશદાદેવીને કહ્યું કે “પ્રભુ મહાવીરદેવ ઋજુવાલુકા નદીથી વિહાર કરીને અપાપા નગરીમાં પધારશે. ત્યાં બાર પર્ષદા ભરાશે. પ્રભુ સર્વ દેવોની અને દેવીઓની સમક્ષ ગણ ધરોની અને ચતુર્વિધ સંઘની રથાપના કરશે. પશ્ચાત ત્યાંથી વિહાર કરતા કરતા અલ્પ માસમાં અહીં પધારશે અને તેથી આપણને અત્યાનંદ થશે.”
શ્રીમતી યશોદાદેવી વગેરે, શ્રવણ પામવું દુર્લભ એવું પ્રભુનું ઉત્તમ ચરિત્ર શ્રવણ કરી પરમાનંદને પામ્યાં. પ્રભુના વિરહથી એક ક્ષણ પણ તેમને કોટિ વર્ષ સમાન થઈ પડી. તેમણે પ્રભુમાં ચિત્ત રાખ્યું. પ્રભુ મહાવીરદેવને વિહાર તેમના કાને અથડાવા લાગે. પ્રભુ મહાવીરદેવનું ચરિત્ર શ્રવણ કરવામાં અને પ્રભુનું સ્વરૂપ નીરખવામાં લયલીન અને એકતાન બનેલાં યશોદાદેવી પ્રભુની વાટ જેવા લાગ્યાં. નંદિવર્ધન રાજા પણ પ્રભુના આગમનમહત્સવની તૈયારીઓ કરવા લાગ્યા. કાલ્પનિક અધ્યાત્મ મહાવીરમાં આવતાં પાત્રો ૧. અધ્યાત્મદષ્ટિએ અન્તરાત્મા–ત્યાગી મહાવીરદેવ અને
કેવલી પરમાત્મા મહાવીરદેવ ૨. અધ્યાત્મશક્તિસમૂહરૂપ–ક્ષત્રિયકુંડનગર ૩. સમ્યજ્ઞાનરૂપ–સિદ્ધાર્થ રાજા ૪. સુમતિરૂપ–ત્રિશલામાતા
For Private And Personal Use Only