________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કર્યો, પ્રભુનાં દર્શન તથા અન્ય કોઈ સાધુનાં દર્શન કર્યા વિના ખાવું નહીં એ નિયમ ગ્રહણ કર્યો. શ્યામાક ખેડૂતને સુદંષ્ટ્ર શ્વાન યમનિયમમાં દઢ થયે. તે મનમાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તે અનશન કરીને આઠમા સહસાદેવલોકમાં દેવ થયે. શ્યામાક ખેડૂતના ક્ષેત્રમાં આવીને તેણે સુગંધી પુષ્પજળની વૃષ્ટિ કરી. તે પ્રભુને ભક્ત બને. શ્યામાક ખેડૂત સુદંષ્ટ્રનું દેવ થવું દેખ્યું, તેથી તે પણ પ્રભુનો પરમ ભક્ત બન્યું. તેણે અત્યંત ભાવથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
પ્રભુએ પારણું કરીને શાલવૃક્ષની નીચે શુકલધ્યાન આરંભ્ય અને સમસ્ત વિશ્વમાં રહેલા સર્વ જીનાં સર્વ આવરણે એક ક્ષણમાં ટળી જાય એવા શુકલધ્યાનને હૃદયમાં પ્રકાશ્ય. સર્વ ઘાતકર્માવરણને ખંખેરી નાખી સંપૂર્ણ કેવળજ્ઞાનથી વૈશાખ સુદિ દશમના રોજ તેઓ સર્વ વિશ્વને પ્રકાશવા લાગ્યા. પ્રભુને તે કાળે બે ઉપવાસ હતા.
ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક એ ચાર નિકાયના ચોસઠ ઈન્દ્રોનાં આસન કંપાયમાન થયાં. તેઓએ પ્રભુ મહાવીરદેવને પૂર્ણ કેવળજ્ઞાની, સર્વજ્ઞ, સર્વવિશ્વપ્રકાશક દીઠા. તેઓએ સર્વ દેવો અને દેવીઓને ઘંટાઓ વગડાવી આની ખબર આપી. વૈમાનિક ઇન્દ્રો, દેવો અને દેવીઓ આકાશમાં વિમાનારૂઢ થઈ નંદીશ્વરદ્વીપે આવી, વિમાનને ત્યાં મૂકી પ્રભુ પાસે ગમન કર્યું. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ ઈન્દ્રો, દેવે અને દેવીઓએ આવી, પ્રભુનાં દર્શન કરી, પ્રભુને બેસવા માટે સમવસરણની રચના કરી.
પ્રભુ મહાવીરદેવ સમવસરણમાં બિરાજમાન થયા. મનુષ્ય વગેરેની પર્ષદા આવી. શ્યામાને પ્રભુને વાંદ્યા. તેના રોમે રોમે પ્રભુ વસી રહ્યા.
For Private And Personal Use Only