________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
અધ્યાત્મ મહાવીર પ્રગટાવીને, બાહ્યથી સાનુકૂલ વા પ્રતિકૂળ સંગોને વિચાર કરીને પ્રવર્તે તેમાં ત્યાગીઓ સ્વતંત્ર છે. તેઓ ગમે તે રીતે ધમ્ય આજીવિકવૃત્તિ સ્વીકારી વર્તે. તેઓ દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ગુરુની આજ્ઞાનુસાર વર્તે.
કલિયુગમાં ચારે વર્ણના જૈન ગૃહસ્થ લોકો દેશકાળાનુસારે આજીવિકાનાં કર્મોમાં ફેરફાર કરીને યંગ્ય લાગે તેવી આજીવિકાવૃત્તિથી વર્તવાને સ્વતંત્ર છે. સર્વ વર્ણોને અનુકૂળ વખતે ઉપદેશ આપે તેવા ગૃહસ્થ અને ત્યાગી ગુરુઓને સ્થાપવા. અધમ્ય કર્મોથી આજીવિકા ન ચલાવવી. આત્મામાં સર્વ ધર્મો, દર્શન અને શા છે. તેમાંથી તે પ્રગટે છે અને તેમાં જ તે લય પામે છે. માટે આત્મા એ જ મહાવીરદેવ પ્રભુ એમ માની, આત્મમહાવીરને ઉપગ રાખી પ્રવર્તવું. ઉપયોગ ધર્મ છે. ઉપયોગ કર્મો કરવાથી નિલે પપણું છે. શુભાશુભ આશ અનુસારે શુભાશુભ ફળ છે. વિવેકથી સર્વ મનુષ્યની સાથે એકાત્મભાવથી વર્તવું. મારામાં અને જૈન ધર્મમાં ભેદ નથી તેમ સમજી અભેદભાવે વર્તવું. સર્વ વર્ણના જૈનોએ સ્વસ્વ ગુણકર્મો કરીને મારી ભક્તિ કરવી. મારા ભક્ત બનેલ જૈન ગૃહસ્થ અને ત્યાગીઓ નદીના જળ અને સૂર્યાદિ કરતાં શુદ્ધ અને વાયુ કરતાં અતિ પવિત્ર છે. તેઓના સ્પર્શથી અપવિત્ર પાપી લોકો પણ પવિત્ર થાય છે, ઈત્યાદિ મારાં શાસને અનેક છે, એમ હે સુપા રાજન! જાણ” એ પ્રમાણે કહી પ્રભુ મૌન રહ્યા.
શૌર્યપુરભૂપતિ સુપાર્થરાજે પ્રભુ મહાવીરદેવને વંદનનમન કરી પ્રભુની પૂજા કરી અને પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ! આપ સર્વ વિશ્વમાં સત્ય જ્ઞાન અને ધર્મને પ્રચાર કરો છો અને હવે સમવસરણમાં બેસી સર્વ પરિષદ સમક્ષ કરશે. વિશ્વના સર્વ લેકોને જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે આપ ઉદ્ધાર કરે છો અને હવે સારી રીતે કરશે. પૂર્વે થયેલા ત્રેવીસ તીર્થકરેના કરતાં આપ જૈન ધર્મને સર્વત્ર પ્રચાર કરવામાં અત્યંત
For Private And Personal Use Only