________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. વર્ણધર્મવ્યવસ્થા
સુપાર્શ્વ ભૂપતિએ પ્રભુને વંદન-પૂજન-નમન કરીને બે હાથ જોડી વિનયથી પૂછયું કે, “હે ભગવન્! આપના ધર્મતીર્થરાજ્યમાં વર્ણની શી વ્યવસ્થા છે, તથા પૂર્વથી ચાલતા આવતા ધાર્મિક રિવાજો વગેરેમાં શાં શાં પરિવર્તન કરવામાં આવ્યાં છે તે કૃપા કરીને જણાવશે.”
પ્રભુ મહાવીરદેવે સુપાર્થ રાજાને કહ્યું કે, “હે સુપાર્શ્વ રાજન ! મારા શાસનમાં ચાર વર્ણની ગુણકર્માનુસારે પૂર્વની પિઠે વ્યવસ્થાનો ક્રમ છે. સર્વ વર્ણના લોકો સ્વસ્વ વર્ણન ગુણકર્માનુસારે વર્તવા છતાં મારા ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે. સ્ત્રીઓ અને પુરુષ બન્નેના આત્માઓ સમાન છે. બનેમાં કોઈ ઊંચ નથી કે કઈ નીચ નથી. સ્ત્રીવર્ગ અને શુદ્રવર્ગની પણ મુક્તિ થાય છે. પંદર ભેદે લોકો મુકિતપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયું છે. ગમે તે વર્ણના લોકો ત્યાગી થઈ શકે છે. ચારે વર્ણને લોકો ત્યાગીઓ થાય છે અને ચારે વર્ણની સ્ત્રીઓ ત્યાગિની બની શકે છે. મારા ભકત ત્યાગીઓને તેમની દશા તેમ જ દેશકાળની સ્થિતિ પ્રમાણે સ્વતંત્રતાથી વર્તવાને અધિકાર છે. ચોમાસામાં ચાર માસમાં એક સ્થાને રહેવું એ એકાંતે તેઓના માટે નિયમ નથી. તેઓ અનેક જાતના બાહ્ય વેષ અને ભિન્ન આચારને ધારણ કરવા છતાં મુકિતપદને પામે છે. વિશ્વના સર્વ ખંડ અને દેશમાં મારા ભકત ત્યાગીઓ
For Private And Personal Use Only