________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૩ પ્રાપ્તિ થાય છે. પિતાના આત્માને અનેક આત્મપર્યાયવાચી શબ્દના અર્થ દ્વારા ધ્યાવે તે પદસ્થ ધ્યાન છે.” પિંડસ્થધ્યાન: આ “શરીરમાં સ્થિત આત્મા તે જ સત્તાએ પરમાત્મા છે– એવો નિશ્ચય કરીને આત્માનું ધ્યાન ધરવું તે પિંડથુ ધ્યાન છે. હઠગ અને ઉપાસના, કે જે આત્માની જ ફક્ત હોય છે, તેને પિંડસ્થ ધ્યાનમાં અંતર્ભાવ થાય છે. મૂલાધારચક્ર,
સ્વાધિષ્ઠાનચક, મણિપૂરચક, હૃદયચક, કંઠચક, ભૃકુટિચક, ત્રિપુટીચક અને અનાહત બ્રહ્મચકમાં આત્માનું ધ્યાન ધરવું, પરમાત્માનું ધ્યાન ધરવું તે પિંડસ્થધ્યાન છે.
આઠ પ્રકારના દ્રવ્ય અર્થાત્ બાહ્ય પ્રાણાયામને પિંડસ્થ ધ્યાનમાં સમાવેશ થાય છે. અશુદ્ધ રાગદ્વેષાદિ કષાવાળા વિચારોને મનમાંથી બહાર કાઢવા તે અધ્યાત્મરેચક પ્રાણાયામ છે. સદ્દગુણોના વિચારને હૃદયમાં પૂરવા, ધર્મના વિચારોને હદયમાં ધારણ કરવા, શુદ્ધ સદૂભૂત આત્માના સ્વરૂપને હૃદયમાં ધારણ કરવું, પરમાત્મસ્વરૂપને હૃદયમાં ધારણ કરવું તે પૂરક પ્રાણાયામ છે. શુદ્ધાભસ્વરૂપના વિચારોમાં લયલીન થઈ જવું, શુદ્ધાત્મસ્વરૂપની નિર્વિકલ્પ દશામાં સ્થિર થવું, આત્માના ગુણ પર્યાયમાં જ સ્થિર થવું અને દુનિયાના સંકલ્પ-વિકલ્પથી રહિત
જ્યાં સુધી રહેવાય ત્યાંસુધી કુંભક પ્રાણાયામ છે. શરીરમાં રહેલ સ્વાતમામાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત વીર્ય છે; આત્મા અજ છે, અખંડ છે, અવિનાશી છે, અભેદી, અછેદી, અખેદી છે, આત્મા સર્વ પ્રકારના રૂપી પુદગલથી ભિન્ન છે.—એમ ચિંતવવું તે પિંડસ્થસ્થાન છે. સર્વ પ્રકારના દુર્ગાનને સંબંધ છેડી દે, બાહ્ય વિષયમાં થતી ઈચ્છાઓને રોધ કરે, બાહ્યમાં મનેવૃત્તિઓને ભટકતી વારવી તે પ્રત્યાહાર પિંડસ્થધ્યાન છે. હૃદયમાં શુદ્ધાભસ્વરૂપને ધારણ કરવું અને તેના વ્યક્ત ઉપગે રહેવું તે પિંડસ્થ ધારણા છે. હદયમાં આત્માને પરમાત્મા
For Private And Personal Use Only