________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૮૫ તેર પખવાડિયાનું તપ કર્યું. તેર પાક્ષિક તપ કરીને લોકોને તપથી આરોગ્ય તથા શરીરની શુદ્ધિ થાય છે તેમ જણાવ્યું. શરીરશુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે અને તેથી આચારવિચારની શુદ્ધિ થાય છે તથા છેવટે આત્માની શુદ્ધિ થાય છે એમ જણાવ્યું. પ્રભુએ બસ ને ઓગણપચાસ ષષ્ઠ તપ કર્યા તથા બાર અઠ્ઠમ કર્યા તથા છઘંસ્થાવાસવાળી એવી ત્યાગદશામાં બાર વર્ષ અધિકમાં ત્રણસોને ઓગણપચાસ પારણાં કર્યા. તેમ પ્રભુએ ત્યાગાવસ્થાના વ્યવહારમાં સાડાબાર વર્ષ તપ અને પારણું કરી લોકોને જણાવ્યું કે, “હે ભવ્યો! શરીરના આરોગ્ય માટે તપ કરે. આંતર તપ માટે બાહ્ય તપની જરૂર છે. ખાવાપીવામાં થતી આસક્તિને ત્યાગ કરો. તપ તપવાથી સર્વ પ્રગટે છે અને દુષ્ટ બુદ્ધિનો નાશ થાય છે. જેવા ભાવે લેકે તપ તપે છે તેવા ભાવે તેવા ભાવવાળા ફળને તેઓ પામે છે. શરીર પરથી મેહ ઉતાર તથા બાહા પદાર્થો પર થતી ઈચ્છાઓને રોધ કરે તે અત્યંતર તપ છે. પુદ્ગલ તે પુદ્ગલથી તૃપ્ત થાય છે અને આમાં પોતાના ગુણથી તૃપ્ત થાય છે. એવા શુદ્ધોપગથી જે સર્વ આવશ્યક પ્રવૃત્તિઓ થાય છે તે તારૂપ જાણવી.” એમ પ્રભુએ જણાવ્યું.
પ્રભુએ પૃથ્વી પરના સર્વ ખંડે અને દ્વીપના વાસી ભવ્ય લોકોને સત્ય જૈન ધર્મ જણાવ્યું. હજારો ગાઉ દૂરવર્તી દ્વિીપમાં પધારીને લોકોને તત્ત્વજ્ઞાનને ઉપદેશ આપ્યો. પ્રભુએ પાપીમાં પાપી લેકોને ઉદ્ધાર કર્યો. નાનામોટા પર્વતમાં રહેલા ગુપ્ત ભેગીઓને શિષ્ય અને ભક્ત બનાવ્યા.
Lજાહય'
For Private And Personal Use Only