________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. ગોશાલક પ્રસંગ
પરબ્રહ્મ મહાવીરદેવ આર્યાવર્તનાં પ્રસિદ્ધ તીર્થસ્થળોમાં સર્વત્ર વિચર્યા. અનેક ઋષિઓના આશ્રમમાં વિચરીને ઋષિઓને પૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. પ્રભુએ નવમા અનિયત વર્ષાઋતુના ચોમાસામાં અનેક સ્થળે ઉપદેશ આપે. ફાલ્ગન તથા આષાઢ મહિનાઓમાં તથા કારતક, માગસર, પોષ અને માઘ માસમાં તેઓ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણના અનેક દૂર દેશમાં વિચર્યા અને કરોડો મનુષ્યોને ઉદ્ધાર કર્યો. વર્ષાઋતુના ચોમાસા વિનાના આઠ માસમાં અનેક સ્થળે વિચર્યા. પ્રભુએ વિહારમાં ઘણાં વર્ષ ગાળ્યાં. મહાવીર પ્રભુ અને શાલક:
પ્રભુએ રાજગૃહી નગરીના નાલંદાપાડામાં ચાતુર્માસ ગાન્યો હતો. તે કાળે ત્યાંની વણકરશાલામાં સુભદ્રા અને મંખલીને પુત્ર ગોશાલક નામનો બ્રાહ્મણ એકલે રહેતો હતો. તે મહાવીર પ્રભુને મહિમા દેખી પિતાની મેળે પ્રત્રજિત થયો અને પ્રભુને કહેવા લાગ્યો કે તું તમારે શિષ્ય છું. પ્રભુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં, પણ તે પ્રભુની સાથે ઘણી વખત વિહારમાં જ્યાંત્યાં ફરતો હતો. પ્રભુ જ્યારે મૌન રહેતા હતા ત્યારે તે બાળકોને બીવરાવતે હતો. તેથી કોઈ વખત બાળકોનાં માબાપે આવીને ગશાળાને ઠપકો દેતાં હતાં અને કોઈ વખત તે મારતા પણ હતાં. શાળાને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ નહોતી. તેથી પ્રભુના ચરિતની તથા
For Private And Personal Use Only