________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અધ્યાત્મ મહાવીર તેઓની ટળી ગઈ હોય છે, તેથી તેઓ મૂક રહે છે. એવા જિંદગીભર મૂક રહેનારાઓને મૂક કેવળી જાણવા. કેટલાક સયોગી ભૂમિકામાં પૂર્વકોટિ વર્ષ સુધી ઉપદેશ આપતા દેશેદેશ વિચરે છે.
તીર્થક, સામાન્ય જિને વગેરે કેવળીઓ તેરમી સગી ગુણસ્થાનકની ભૂમિકામાં શાતાવેદનીય અને અશાતા વેદનીયને ભોગવી નિજરે છે. તે આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકમ ભોગવે છે. તે એગ્ય આહાર-જળથી શરીરને પિષે છે. દ્રવ્ય પરિષહાને પણ કેટલાક સામાન્ય કેવળજ્ઞાનીઓ સમભાવે ભોગવે છે. આયુષ્ય હોય અને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટયું હોય છે તે તે પશ્ચાત્ ત્યાગીપણું સ્વીકારે છે. તે પ્રારબ્ધ કર્મોને ભોગવવા છતાં નિલેપ કરે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસકને સયોગી ભૂમિકામાં પ્રવેશ કરવાનો અધિકાર છે. સગી ભૂમિકા માં અઘાતી કર્મોને ભોગવીને કેવળી તેની નિર્ભર કરે છે.
તેરમી સગી ભૂમિકામાં રહીને જગદુદ્ધારક તીર્થકર દેવે તીર્થની–સંઘની સ્થાપના કરે છે, જેનધર્મને પ્રકાશ કરે છે, સત્ય તને પ્રકાશ કરે છે. તેઓને વિશ્વના સર્વ પદાર્થો હસ્તામલકવતું દેખાય છે. રાગ-દ્વેષને સર્વથા ક્ષય થવાથી તેઓ
અસત્ય કદાપિ વદતા નથી. ક્રોધ, માન, માયા લેભ, ભય વગેરે દેના વેગે અસત્ય બેલાય છે. જ્યાં ક્રોધાદિ દોષોને નાશ થાય છે અને વીતરાગ જિનદશા–પરમાત્મદશા પ્રગટ થાય છે ત્યાં અસત્ય વદવાનું કંઈ કારણ રહેતું નથી.
તેરમી ભૂમિકાના અહંતે, જિને, વીતરાગો, જીવન્મુક્તો, બુદ્ધો, તીર્થકરો, સગીઓ મન, વાણી અને કાયાના
ગથી વિશ્વના લેકેનું શ્રેય કરે છે. રાગ-દ્વેષના તથા ક્ષપશમ જ્ઞાનવૃત્તિના નાશની સાથે ભાવ મનને નાશ થવાથી સગી કેવળીઓ દ્રવ્ય મને વર્ગણાથી દેવલોકમાં રહેલા દેને
For Private And Personal Use Only