________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
મૃત્યુ પછીનું જીવન
અગ્નિશાખ ઋષિના પવિત્ર શરીરને ચરમ સંસ્કાર કરો. તેના પર તેમની યાદગીરી માટે સ્તૂપ વગેરે કરાવે અને ત્યાં બેસીને તેમના આત્માનું સ્મરણ કરે. મઠમાં રહેનારા પવિત્ર મહાત્માઓનું ધ્યાન ધર અને તેઓની સેવાભક્તિ કરો. મરણથી શકાતુર બનેલા લેકેને બોધ આપ. હવે પછીથી દેહ અને પ્રાણ ત્યાગરૂપ મરણના કાંઠે આવેલાઓને જ્ઞાન-વૈરાગ્યને બોધ આપીને તેઓને નિર્ભય, સ્વતંત્ર અને આનંદમય કરો.” એમ બોધ આપીને પરમેશ્વર મહાવીરદેવ મૌન રહ્યા.
કુલપતિ અને તપસ્વીઓએ પરમેશ્વર મહાવીરદેવને વંદનનમન કરીને પ્રભુ મહાવીર પરમેશ્વરનું દ્રવ્ય અને ભાવથી શરણ અંગીકાર કર્યું અને મહર્ષિ અગ્નિવૈશાખના શરીરને સંસ્કાર કર્યો તથા તેના ઉપર સ્મૃતિચિહ્ન તરીકે સ્તૂપ કરાવ્યું. પ્રભુ મહાવીરદેવ કેટલાક દિવસ ત્યાં રહ્યા. કુલપતિ અને તપસ્વીએાએ પ્રભુ પાસેથી અનેક પ્રકારનું તત્વજ્ઞાન સંપાદન કર્યું.
પ્રભુ મહાવીર પરમેશ્વરે સર્વ તપસ્વીઓને તથા બળદેવ ગામના લોકોને જૈન ધર્મનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું. પૂર્વે તેઓ જૈનધર્મી હતા, પણ જૈન ધર્મનું તાંત્વિક જ્ઞાન તેમને નહોતું. હવે તેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ધારક બન્યા. બળદેવ ગામના લોકોએ પ્રભુ મહાવીરદેવની ધ્યાનાવસ્થાની મૂર્તિ બનાવી અને તેની સામે મહાત્મા ઋષિ અગ્નિવૈશાખની મૂર્તિ બેસાડી. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. તે વખતે ગામના ચારે વર્ણના લોકોને ઘણે શોક થયે. બળદેવ મિના લોકોની આંખોમાંથી અશ્રુ વહ્યાં. તપસ્વીઓ પણ શેક પામ્યા. પ્રભુએ ત્યાંથી ઉત્તર દિશા તરફ વિહાર કર્યો.
For Private And Personal Use Only