________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન દેહ-પ્રાણુનું રૂપાંતર થવું તે દેહપ્રાણમૃત્યુ છે. શ્વાસોચ્છવાસે આયુષ્યકર્મની વર્ગણ ખરવાથી શ્વાસોચ્છવાસમૃત્યુ થયા કરે છે. ધમી પુરુષ અને સ્ત્રીઓ જેવા પિતાના વિચારોવાળાં હોય છે તેવા અવતાર(જન્મ)ને ધારણ કરે છે. પ્રાણ છોડવાની પૂર્વે કઈને રાગદ્વેષનું નિમિત્ત હોય છે, પરંતુ મરતી. વખતે જે મારું સ્મરણ અને ધ્યાન આવે છે અને સમભાવ પ્રગટે છે, તે કાચી બે ઘડીમાં તે અંતકૃત કેવળજ્ઞાની, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને તેની અજ્ઞ મનુષ્યને ખબર પણ પડતી નથી.
“જ્ઞાનીઓ, ભક્તો મૃત્યુકાળે આત્મામાં રહે છે. તેમનું મન કંઈ બકે અથવા કંઈ ગાંડાઈને ચાળા થાય તેથી તેઓની મુક્તિ થવામાં બાધા આવતી નથી. તેઓનું બકવું, ગાંડાઈન ચાળા ઇત્યાદિ તે શેષ ભાગ્ય પ્રારબ્ધકર્માધીન છે. તેથી મૃત્યુ કાળે આત્મા પર પ્રારબ્ધકર્મની અસર થતી નથી. તેથી તેવી સ્થિતિમાં દેહ અને પ્રાણ ત્યાગ કરીને જ્ઞાનીઓ મુક્ત થાય છે.
મૃત્યુકાળે સર્વ શરીરમાંથી કે ગમે તે શરીરના સ્થાનથી આત્મા છૂટે તો પણ નિર્લેપ ભક્તજ્ઞાનીને આત્મા મુક્તિ પામે છે. સર્વ શરીરમાંથી પ્રાણ છૂટે વા આંખ, મુખ, ગુદા વગેરે ગમે તે સ્થાન થકી પ્રાણ છૂટે, તે પણ તેથી જ્ઞાનાત્મા મુક્ત, શુદ્ધ, સ્વતંત્ર બને છે. જે સ્થાનોથી પ્રાણ છૂટે તે સ્થાનેથી આત્મા છૂટે એ નિયમ નથી. મૃત્યુકાળે ઈન્દ્રિયે, પ્રાણુ અને દેહથી આત્મા છૂટે થાય છે. મૃત્યુકાળ જ્ઞાનીના આત્માને સમભાવ હોય છે, તેથી તે મુક્ત બને છે. મયુકાળ જ્ઞાનીને ઉપયોગ અંતરમાં હોય છે તેથી તે આંખથી ન દેખી શકે, ન બોલી શકે, ન સાંભળી શકે, તોપણ તે આપગી છે એમ. જાણવું.' જ્ઞાની કમલની પેઠે નિલેપ:
જ્ઞાની કમળની પેઠે નિર્લેપ રહે છે, તેથી તે મૃત્યુકાળે
૧૯
For Private And Personal Use Only