________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહપણિક અધ્યામિ મહાવીર : ૯ તમારે મારવી ન જોઈએ.” (૩-૧૩)
“તેમના (પાર્શ્વનાથ પ્રભુના) નિર્વાણ પછી હિમાલયેની પેલી તરફના અને પશ્ચિમ દિશા તરફના જંગલી લેકના આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધર્મની ઘણી હાનિ થઈ છે. માટે ધર્મયુદ્ધ કરવામાં પ્રસંગે પાત્ત તૈયાર રહેવું જોઈએ.” (૧-૨૯)
એકદમ સમજ્યા વિના કોઈ પણ બાબત સંબંધી મત ન બાંધે.” (૧-૧૯૧)
“અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધનેમાંથી મુક્ત થાઓ.” (૧–૧૯૧)
બસ, વધારે શું લખવાનું હોય ! આ તે આ ગ્રંથના ડાં મૌક્તિકકણે છે. કોણ કહી શકે કે આ મોતીઓમાં હૈયાના હાર બનવાની તાકાત નથી? પુસ્તકના ત્રણે ભાગ આવા નિખાલસ ને જીવનસ્પશી ઉપદેશથી ભરેલા છે, છતાંય અમુક પ્રકરણે જેવાં કે
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ, સર્વસામાન્ય બોધ, આદર્શ બોધ, આદર્શ ગૃહજીવન, સ્ત્રીકર્તવ્યનું સ્વરૂપ વગેરે પ્રકરણે તે ઘણું ચઢિયાતા છે. સૌ વાંચે, વિચારે અને સામાયિકમાં એનું મનન કરે, એ જ ભલામણ છે.
શાસનદેવને એ જ પ્રાર્થના છે કે, આ અમૂલ્ય પુસ્તકનું રક્ષણ કરે અને જેટલી આવૃત્તિઓ નીકળે તેમાં સહગ દે. હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં આ ગ્રન્થ શીવ્રતાથી પ્રગટ થાય, એવી સદ્દબુદ્ધિ દે !
અનધિકાર ચેષ્ટાથી, મતિષથી, અથવા કેટલીક વાતની અનભિજ્ઞતાને લઈને મારાથી જે કંઈ વિપરીત લખાયું છે તે માટે હું ક્ષમાપ્રાથી છું.
For Private And Personal Use Only