________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા નથી, પરંતુ આત્મા તરફ જ ગમન કરે છે એવો દઢ નિશ્ચય રાખીને પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરતાં કરતાં મરણ પામે તો તેથી તમો હતાશ ન થાઓ. મરણ પામ્યા પછી તમે બીજા શરીરથી તેમાં આગળ અભ્યાસી બનવાના છે, એમ નકકી છે. તેવો દૃઢ નિશ્ચય કરી અન્તરાત્મપ્રેમથી અભ્યાસી થાઓ. મારું અન્તર્યામી સ્વરૂપ યાદ કરે. કીડીના વેગ જેટલું પણ આમપુરુષાર્થ કરે અને અભ્યાસમાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાનો ઉદેશ રાખો. અસંખ્ય વાર ચઢવાનું અને પડવાનું બને છે. જેઓ પડવાના ભયથી, દેાષ લાગવાના ભયથી તથા સંશયથી મારી દશા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરતા નથી તેઓ અજ્ઞાની અને અશ્રદ્ધાવંત છે.
“મારા ભક્તો પુરુષાર્થ, ઉત્સાહ અને આશા રાખી. સદા આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ વાસનાના જોરથી પાછા પડે છે, તો પણ દિલગીર, અનુત્સાહી, અપુરુષાથી બની જતા નથી અને લાખો વખત ભૂલે થવા છતાં આત્માના ગુણ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં પૂર્ણ વિશ્વાસ અને ધર્યથી પ્રવર્યા કરે છે. તમે આત્મા તરફ જતાં પતિત થાઓ તે મારું સ્વરૂપ વિચારી ઉત્સાહી બને અને અન્ય જીવને પણ પૂર્ણ ઉત્સાહી બનાવો. અન્ય લોકોને પ્રાપ્ત થયેલા ગુણોથી પાછા પડેલા દેખવા છતાં તેઓ પર સ્નેહભાવ રાખો. તેઓને ઉત્સાહ આપે, પરંતુ તેઓને ધિક્કો નહીં, કારણ કે તમે પણ એવી અવસ્થામાંથી પસાર થયા છો અથવા થવાના છો. તમે આગળ ચઢીને, પડી, પાછા ચડી, આગળ વધીને શુદ્ધાત્મા થવાના છે. ઉત્સાહ, વિશ્વાસ, પ્રેમ અને ઉપગથી આત્માની ઉન્નતિમાં આગળ વધી શકાય છે.
“આ જન્મમાં આત્મન્નિતિ માટે જે જે અભ્યાસ કરેલ હોય છે તે તે પરભવમાં ખપમાં આવે છે. તમે પિતે વિશ્વના કર્તા અને હર્તા છે. એટલી તમારામાં શક્તિ છે એ વિશ્વાસ
For Private And Personal Use Only