________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
અધ્યાત્મ મહાવીર પ્રેમથી વર્તો, એ જ સત્ય સ્વર્ગ છે. મારામાં પ્રેમથી સમાઈ જઈ નામરૂપનો મોહ ભૂલી જાઓ અને કર્તવ્ય કર્મો કરે. મારામાં આનંદરસ લે તે મારી ભક્તિ છે અને નિર્વિષયાનંદ રસ લે તે મારી સાથે એકતાનતા છે. મારાથી કઈ પણ પ્રકારને ભેદ ન રાખેઃ મને પ્રિય ગણે, પણ મેહને પ્રિય ન ગણે. મને પ્રિય ગણો, પણ મને વૃત્તિઓને પ્રિય ન ગણે. શુભ અને અશુભ કર્મશ્રી આત્માને નિર્લેપ રાખો. સર્વ જાતીય મનુષ્યોની સાથે એકાત્મભાવથી વર્તો અને મનુષ્યમાં પ્રચાર પામેલા હિંસાના આચારને દૂર કરે.
“સર્વાવસ્થામાં મારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી મુક્તિ છે. સર્વાશ્રમમાં મારા પ્રેમથી મુક્તિ છે. ગમે તેવા પાપીઓ પણ પાપને ત્યાગ કર્યા બાદ મારાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિથી સ્વતંત્ર અને મુક્ત થાય છે. સ્વાધિકાર સર્વ વર્ષે સ્વસ્વ કર્તવ્યકર્મોથી એકસરખી છે. તેમાં કોઈ ઉચ્ચ વા નીચ નથી. કોઈ પણ મનુષ્યની જાતિને નીચ રહેવાને હક નથી. મેં કોઈ પણ મનુષ્યને નીચતાને અધિકાર આપ્યો નથી. વર્ણના ગુણ-કર્મોને નિલેષપણે અનુસરતાં નીચપણું પ્રાપ્ત થતું નથી. સર્વ લોકોએ પરસ્પર એકબીજાને ખવરાવીને ખાવાને પ્રેમ કરવો જોઈએ. જાતિ વા કર્મથી કોઈને ગુલામ કે દાસ ન બનાવવા જોઈએ. વિદ્વાનોને ઘણું માન આપો અને તેઓને સહાય કરો.
ઉન્મત્ત કે ગાંડા બનેલાઓની સેવા કરે અને તેઓને દુઃખ ન પડે એવી વ્યવસ્થા કરો. ચારે પ્રકારના દે મારી શ્રદ્ધા-પ્રીતિરૂપ ભક્તિથી તરે છે એવી શ્રદ્ધા રાખો. ધર્મના મતભેદ હોવા છતાં વિધર્મીઓને સ્વધર્મીઓની જેમ આત્મભાવે ચાહો અને તેઓની સાથે આત્મભાવે વર્તો. કેઈના સ્વતંત્ર વા સત્યશોધક વિચારોને દાબી ન દે. સર્વ મનુષ્યોને પોતાના સ્વતંત્ર વિચાર એકબીજાને કહેવાનો અને સ્વતંત્રપણે જે જે રચે
For Private And Personal Use Only