________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપનિક અધ્યાત્મ મહાવીરના ત્રણ ગ્રંથે વાંચીને મારા આત્માને ઘણો જ આનંદ થયો. ઘણું જ ઉપયોગી અને સાચું જ્ઞાન મળ્યું, અને મોક્ષને ખરે માર્ગ સમજવામાં આવ્યો.
એક વખત જૈનધર્મ વિશ્વધર્મ હતો, અને તેણે આપેલા જ્ઞાનમાં –સ્યાદ્વાદ ને અહિંસામાં–બધા ધર્મોનો સમાવેશ થઈ જતો હતો.
આ ત્રણ ગ્રંથની શોધ અદભુત રીતે થઈ અને તે પ્રસિદ્ધ થયા તે પણ અદ્દભુત કાર્યો થયેલ છે. તેનો લાભ ઘણું માણસો મેળવી શકશે અને પ્રસિદ્ધ કરનારને મહાન પુણ્ય મળશે તેની મને ખાતરી છે. પહેલો વિભાગ
આ ગ્રંથના પહેલા વિભાગમાં ગૃહસ્થાશ્રમનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવેલ છે. આદર્શ ગૃહરથનું જીવન કેવું હોય ? માનવકર્તવ્ય શું છે? જૈનધર્મનું સ્વરૂપ શું છે? સ્ત્રીકર્તવ્ય શું છે? બાળશિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તે બધે ઉપદેશ સાટ રીતે આપેલ છે. દ્વિતીય વિભાગ
બીજા વિભાગમાં ત્યાગ અવસ્થાની પૂર્વતૈયારી વિષે, જે હકીકત આપવામાં આવી છે તેમાં પોતાની પુત્રી પ્રિયદર્શનાને મહાન બોધ આપવામાં આવેલ છે. દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મનો ઉપદેશ સરળ. ભાષામાં ઘણે ઉત્તમ રીતે આપવામાં આવેલ છે. ત્યાગ અને સંયમનું સ્વરૂપ સમજાવેલ છે અને શ્રીમતી યશોદાદેવીને પ્રભુએ જે ઉદ્દબોધન કરેલ છે તે બધું ઘણું ઉત્તમ રીતે દર્શાવવામાં આવેલ છે. ત્રીજો વિભાગ - ત્રીજા વિભાગમાં ત્યાગ અવસ્થાનું વર્ણન ઘણું જ વિગતવાર કરવામાં આવ્યું છે. અને તેમાં ચંડકૌશિકનો ઉપસર્ગ, તેને અપાયેલી આગલા
For Private And Personal Use Only