________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ લાગ્યા : “હે પ્રભો ! અહીંની ભૂમિની ચપટી પવિત્ર ધૂળમાં અનેક તીર્થકર, ઋષિ, સંતનાં મનોદ્રવ્યોનાં સો રહેલાં છે. શુકલલેશ્યા, પદ્મલેશ્યા અને તેજલેશ્યાનાં મુખ્યતાએ સો દેખાય છે. જેનાથી સાત્વિક ભક્તિ અને સાત્વિક જ્ઞાન પ્રગટ થાય એવાં અનેક પવિત્ર પરમાણુનાં સો રહેલાં છે.
હે પ્રભો ! આ ધૂળમાં અનેક પવિત્ર યોગીઓનાં શરીરથી પૃથક્ થયેલા અણુઓ છે. તેના સ્પર્શ થી અને સંબંધથી શ્રદ્ધાળુ અને પ્રેમી ભક્તોનાં હૃદયેની શુદ્ધિ થઈ શકે. હે પ્રભો! આર્યદેશમાં સત્વગુણના સાગરને પ્રવાહ વહ્યા કરે છે. પૂર્વકાલીન તીર્થ કરોનાં, વાસુદેવનાં, બળદેવોનાં, પવિત્ર સાધુઓનાં શરીરોનાં સ આ ધૂળમાં દેખાય છે અને આ ધૂળમાંથી અન્ય મહાત્માઓ, ઋષિઓ, બ્રાહ્મણો વગેરેનાં શરીરની રચના થાય છે, એમ અમે આપની શક્તિના બળે પ્રત્યક્ષ દેખ્યું. તેથી અમો ધૂળને મસ્તક પર ચઢાવીએ છીએ.” એમ કહીને તેઓએ ધૂળને મસ્તક પર ચઢાવી. તેથી ભક્તિ અને શ્રદ્ધાના બળે તેઓએ પ્રભુનું અનંતગણું માહાસ્ય જાણ્યું. પ્રભુના જ્ઞાનમાં ઓતપ્રેત અને યરૂપે પરિણમેલું સર્વ વિશ્વ એક અણુ જેટલું દેખી પ્રભુ અનંત અપાર છે એમ લાગ્યું. પ્રભુના પધારવાથી ત્યાંની ભૂમિ પવિત્ર થઈ અને ત્યાં વાર્ષિક તીર્થમેળો ભરવાનો રિવાજ શરૂ થયે.
પ્રભુએ ત્યાં સનક ઋષિને જડ વસ્તુઓ સંબંધી વિજ્ઞાન આપ્યું અને ત્યાં કુંભ ઋષિને સ્યાદ્વાદનું રહસ્ય સમજાવ્યું. ગોરક્ષા:
પ્રભુએ ગંગા નદીના કાંઠે આહીર ગામમાં મુકામ કર્યો. ત્યાં ગોવાળો વસતા હતા. લાખ ગાયના તે માલિક હતા. પ્રભુની પાસે હજારે ગાય આવી અને આગલા પગ નીચા રાખી, મસ્તક નમાવી, પ્રભુને વંદન કરી હર્ષનાદ કરવા લાગી.
For Private And Personal Use Only