________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અધ્યાત્મ મહાવીર મૃત્યુ, જીવન, દેહ, કાળ, દેશ, નામ, વસ્તુઓ, દેવ, દાન વગેરે કોઈપણ અનંત જીવનથી ભિન્ન કરવા શક્તિમાન થતું નથી. આપની સાથે અભિન્ન અને એક સ્વરૂપ થઈ વર્તતાં હજાશે સંકટ અને ઉપસર્ગો આનંદથી સહેવાય છે. જેટલા જેટલા અંશે મનુષ્ય આપની નજીકમાં આવે છે તેટલા તેટલા અંશે તે આપની સાથે અભિન્ન બને છે. આપનાથી ન્યારા રહેવામાં દુઃખ છે. હે પરમેશ્વર ! બ્રાદેવ! આપના સદુપદેશ પ્રમાણે વર્તવાથી સર્વ પ્રકારની ઉન્નતિ અને સુખ છે. આપને વંદન છે.” આર્યદેશની પવિત્રતા :
ગંગા નદીની સાથે યમુના નદીને જ્યાં સમાગમ થાય છે ત્યાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. પ્રભુ મહાવીરદેવનું આગમન શ્રવણ કરી ત્યાં બ્રાહ્મણ, ઋષિઓ આવ્યા. અયોધ્યાનો રાજા સૂર્યવંશી અગ્નિદત્ત પણ પ્રભુને વંદન કરવા આવ્યો. ઋષિઓ વગેરેએ પ્રભુ પાસે આવી, નમન-પૂજન કરી આ આર્ય– દેશની પવિત્રતા અને ઉત્તમતા ક્યાં સુધી રહેશે તથા આર્ય ભૂમિમાં ધાર્મિક સત્ત્વ જણાવવા સંબંધી ખુલાસો પૂછો.
પ્રભુ મહાવીરદેવે ઋષિઓ, બ્રાહ્યણ, મહાત્માઓ, રાજાઓ તથા અન્ય ક્ષત્રિયાદિ લેકોને જણાવ્યું કે, “હે ભવ્ય ! અનાદિ. કાળથી આર્યદેશની ભૂમિ પવિત્ર અને ઉત્તમ છે અને અનંતકાળ પર્યત આર્યદેશ પવિત્ર અને સર્વ દેશમાં ગુરુ તરીકે ઉત્તમ રહેશે. અધ્યાત્મજ્ઞાનીઓની ખાણ આર્યદેશ છે. અનેક સંતેની ખાણ આદેશ છે.”
એમ કહીને પ્રભુએ અગ્નિવેશ્યાયન આદિ ઋષિઓ તથા અગ્નિદત્ત રાજા વગેરેને કહ્યું કે, “તમારા હાથમાં ચપટી ધૂળ લે અને તેના સામું એકાગ્ર દૃષ્ટિથી જોઈ રહો.” પ્રભુના કહેવા પ્રમાણે શ્રદ્ધાથી તેઓ જોઈ રહ્યા. દશ મિનિટમાં ઋષિઓ વગેરે સમાધિ પામી તુર્યાવસ્થાની દષ્ટિ પામ્યા અને તેઓએ જે દેખ્યું તે મૂલ સ્થિતિ પર આવી, પ્રભુને વંદન કરી કહેવા
For Private And Personal Use Only