________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અભિન્ન છે. જ્ઞાનપદાર્થ, શબ્દપદાર્થ અને વસ્તુપદાર્થ એમ ત્રણ પ્રકારના પદાર્થો અપેક્ષાએ છે. જ્ઞાનથી સર્વ જડ-ચેતન પદાર્થોમાં પ્રકાશ થાય છે. એમ કહેવાથી નારાયણ ઋષિએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું.
સનકુમાર ઋષિએ પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, “હે પ્રત્યે ! દ્વિજ કોને કહે? બ્રાહ્મણ કેને કહે ?'
પ્રભુએ કહ્યું કે, “સનકુમાર ! મનુષ્યભવ તરીકે જન્મવું તે એકવારને જન્મ છે, અને મનુષ્યજન્મમાં આત્મજ્ઞાની થવું તે બીજે જન્મ છે. આત્મજ્ઞાનરૂપે જે જન્મે છે તે દ્વિજ છે. જે આત્માને—બ્રહ્મને સાક્ષાત્ જાણે છે તે બ્રાહ્મણ છે.”
ધવંતરિ ઋષિએ પ્રભુને વંદન-નમન કરીને પૂછયું કે, “હે પ્રભો ! શરીરના રોગોનું મૂળ શું છે અને તે શાથી ટળે?”
પ્રભુએ કહ્યું કે, “શરીરના જ્ઞાનને અભાવ–અજ્ઞાન તે જ રેગનું મૂળ છે. તે રોગના નાશને હેતુ શારીરિક જ્ઞાન છે.”
હારીત ઋષિએ પ્રભુને વંદન-નમન કરી પૂછ્યું: “હે પ્રભો! સર્વ દુઃખનું મૂળ શું છે?” પ્રભુએ હારીતને જણાવ્યું કે, “સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે અને સર્વ સુખનું મૂળ જ્ઞાન છે.” - મંડૂક ઋષિએ પૂછયું કે, “સર્વ પ્રકારના ભેદભાશાથી ટળે?”
પ્રભુએ જણાવ્યું કે, “હે મંડૂક ઋષિ ! રાગદ્વેષરહિત અભેદ અને જડભાવ વિનાના આત્મભાવવાળા અદ્વૈતજ્ઞાનથી સર્વત્ર એક શુદ્ધાત્મભાવ ખીલી શકે છે અને શુભાશુભ પરિણતિ વિનાની શુદ્ધાત્મભાવનાનો સાગર ઊમટે છે. તેથી ભેદભાવવૃત્તિના સર્વ મલવાઈ જાય છે અને સર્વત્ર પોતે પોતાને આત્મા અનુભવી, પૂર્ણબ્રહ્ન બની, પૂર્ણ બ્રહ્મરૂપે પોતે પોતાનામાં ખીલી ઊઠે છે.”
કુત્સ મુનિએ પરબ્રહ્મ મહાવીર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પૂછયું: “યજ્ઞોપવીત શું છે?
For Private And Personal Use Only