________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પણ એનું રૂપ છે. આત્મા શરીરની અપેક્ષાએ દેહમાં વ્યાપેલે છે, છતાં જ્ઞાનની અપેક્ષાએ તેનું રૂપ વિશ્વવ્યાપક પણ છે. પરંતુ આ બાબતને વિવાદ કરવાનું છોડીને આત્મશુદ્ધિ કરો. એટલે આત્માના પરિમાણની અનેક માન્યતાઓની અનેક અપેક્ષાઓ સમજાઈ જશે. છેવટે ઔપચારિક અને અનૌપચારિક આત્મપરિમાણ આપોઆપ સમજાઈ જશે. આત્મામાંથી જ્ઞાન પ્રગટે અને તેથી આપોઆપ સર્વ સમજાઈ જાય એવી દશામાં આવવા હૃદયની શુદ્ધિ કરો એટલે આત્માનું અરૂપ સ્વરૂપ સમજાઈ રહેશે.”
જાબાલિ ઋષિએ પ્રભુને આત્મા એક છે વા અનેક છે. તે સંબંધી પ્રશ્ન કર્યો. પ્રભુએ જાબાલિ ઋષિને કહ્યું કે, “સત્તાદષ્ટિએ એક આત્મા, એક બ્રહ્મ છે અને વ્યક્તિદષ્ટિએ અનંત આત્માઓ છે. એમ સાપેક્ષતાએ આત્મા એક પણ છે અને આત્માઓ અનંત પણ છે એમ જાણે.” આ સાંભળીને કવ, ચ્યવન અને જાબાલિના સંશય ટળી ગયા.
વેતકેતુએ પ્રભુને સાષ્ટાંગ દંડવત્ કરીને પૂછયું કે, “આ વિશ્વ કેટલાં તરવાનું છે?”
પ્રભુએ કહ્યું કે, “હે વેતકેતો ! જડ અને ચેતન એ બે તત્વમય આ વિશ્વ છે. જડ અને ચેતન એ બે દ્રવ્યના પર્યાનું અનંત વિશ્વ છે. જેણે આત્માને જાણે તેણે વિશ્વ જાણ્યું છે. જેણે વિશ્વ જાણ્યું તેણે આત્માને જાણે છે.”
બ્રહ્મણસ્પતિ કપિએ પૂછ્યું કે, “હે ભગવન્! કર્મ બળવાન છે કે આત્મા બળવાન છે ?”
પ્રભુએ કહ્યું: “કઈ ઠેકાણે આત્મા બળવાન છે અને ક્યાંક કર્મ બળવાન છે. અજ્ઞાનીને કર્મ બળવાન છે અને જ્ઞાનીને આત્મા બળવાન છે. પ્રારબ્ધ કર્મો ભોગવવામાં કર્મ પ્રધાન છે અને નવીન કર્મો નહીં બાંધવામાં આત્મા બળવાન છે. આત્મા
For Private And Personal Use Only