________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર રાખે. કેઈની સ્વાર્થથી જૂઠી પ્રશંસા ન કરે, તેમ કેઈન ગુણની પ્રશંસા સાંભળીને ઈર્ષ્યા ન ધરે. અન્યની ઉન્નતિને પિતાની ઉન્નતિ માને. અન્ય પર ઉપકાર કરતી વખતે મારી ભક્તિ જ થાય છે એ દઢ નિશ્ચય રાખે. નામ, રૂ૫, સત્તા વગેરે ન જતાં દેહમાં રહેલા આત્માઓની સાથે નિઃસ્વાર્થ બુદ્ધિથી અને પરમપ્રેમસંબંધથી વર્તો. સામે ઉપકાર લેવાની બુદ્ધિથી ઉપકાર કરતાં અજ્ઞાની ભક્તો પતિત થઈ જાય છે. માટે કીતિ વગેરે કોઈ પણ જાતના સ્વાર્થ વિના ઉપકારપ્રવૃત્તિ કરે. સ્વાર્થિક કર્મો કરે, પણ તે વખતે મારામાં સ્વાર્પણભાવ રાખીને કરે. તેથી પતિત થવાને પ્રસંગ આવતો નથી. કોઈના પણ સંબંધમાં આવતાં પહેલાં નિષ્કામ પ્રેમ સંબંધ બાંધે અને આત્માની શુદ્ધતા વધે એવી રીતે વર્તે.
અધમીઓના શબ્દ પર પૂર્ણ અનુભવ કરીને વિશ્વાસ મૂકો. પોતાની તરફ અન્ય લેકે આદરભાવથી તે એ ભાવ પ્રગટતાં પહેલાં અન્ય લોકો તરફ તેવા ભાવથી વર્તો. અને સારા કરવાની પૂર્વે પિતે સારા બને. આત્માની અનંત શક્તિએમાં વિશ્વાસ રાખો. એક શરીરને ત્યાગ કર્યા પછી અન્ય શરીરને આત્મા ગ્રહણ કરી શુભાશુભ કર્મોને ભગવે છે, એ દઢ વિશ્વાસ રાખો અને આત્માને સર્વ શરીરને ગ્રહણની અવસ્થામાં એકસરખો ધ્રુવ અને નિત્ય જાણે. પરમ દ્રવ્યાર્થિક નયન દષ્ટિથી આત્મા પર એવા જડ પર્યાની સાથે અપરિણામી છે એમ જાણે. જડને જડભાવે દે અને આત્માને આત્મભાવે દેખે. જડની સાથે આત્મામાં પરિણમીને વર્તો.
કોઈના પર અન્યાય કે જોરજુલમ ન થાય તે જ આત્મસામ્રાજ્ય છે. તે વિનાનું બાકીનું મોતસામ્રાજ્ય છે. મેહસામ્રાજ્ય
જ્યાં છે ત્યાં ખરું રાજ્ય નથી. પક્ષપાત, જુલમ, અન્યાય અને લોભથી સર્વ પ્રકારનાં રાજ અસ્થિર બને છે અને તે અપ
For Private And Personal Use Only