________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
અધ્યાત્મ મહાવીર નિર્ભયપણે જાહેર કરે એવાં બનાવવાં. કેઈપણ જાતનું ખરાબ. વ્યસન તેઓને લાગે નહીં એની ખાસ કાળજી રાખવી. દરેક બાળક– બાલિકામાં પ્રભુનું રૂપ જેવું અને તેઓને શિક્ષણ આપતાં કદી. કંટાળવું નહીં. તેમની સર્વ પ્રકારની બુદ્ધિઓને અને ઇન્દ્રિયોની. શક્તિઓને ખીલવવી. તેઓ રમતેથી શારીરિક પુષ્ટિ કરે એવી વ્યવસ્થા કરી આપવી.
બાલિકાઓને સર્વ પ્રકારની રસોઈ કરવાની કેળવણી આપવી. બાલિકાઓ યોગ્ય વયની થાય ત્યારે તેઓને જૈન એવા ગ્ય વરોની સાથે પરણાવવી. સાસુ-સસરાની સેવા કરવાથી પતિવ્રતાની ઉન્નતિ થાય છે. સાસુ-સસરા વગેરે વડેરાઓની શિખામણે અંગીકાર કરવી, ચોગ્યને ચગ્ય માન આપવું અને તેની ચોગ્ય કદર કરવી. પિતાના પતિની સાથે પત્નીના ધર્મ પ્રમાણે વર્તવું. જીવતા મનુષ્યશરીરધારી જૈનોને તીર્થરૂપ માનવા, અને તેઓનાં શરીરને પણ તીર્થરૂપ માનવાં. શરીરે વિના આત્માની પ્રગતિ થઈ શકતી નથી. પત્ની બનેલી શ્રાવિકાએ ઘરનાં સર્વ કામકાજ કરવાં, અને દાસદાસીઓને આત્મસમાન માની તેઓની પરતંત્રતાને ઉછેદ કરવો. બાળકોને અને બાલિકાઓને જ્યારથી બાલતાં શીખે ત્યારથી ભગવાન મહાવીરદેવનું નામ જપતાં શીખવવું. તેઓની મનનશક્તિ જેમ જેમ ખીલતી જાય તેમ તેમ તેઓને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશે સમજાવવા અને તેઓને પાકા જૈનધમી બનાવવા.. બાળકને અને બાલિકાઓને જૈન ગુરુ પાસે અભ્યાસ કરવા મેકલવાં અને તેઓને સાંસારિક તેમ જ ધાર્મિક સર્વ વિદ્યાકલાઓનું શિક્ષણ આપવું. બાળકોને અને બાલિકાઓને જૈનધર્માભિમાની બનાવવા અને દુનિયામાં જૈનધર્મના જેઓ શત્રુઓ અને દુર્ટો હેય અને રાજ્ય તેમજ સંઘના જે નાશ કરનારા હોય તેઓની સર્વ કલાઓ. સામે થાય અને પિતાનું ગૌરવ જાળવી શકે એવા બનાવવા. બાળકોને અને બાલિકાઓને જૈનધર્મનું પૂર્ણ જ્ઞાન આપવું અને તેઓને વર્ણ–ગુણકર્માનુસારે કર્તવ્યકર્મ કરવાને ઉપદેશ આપ.
For Private And Personal Use Only