________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ
૩૧ આત્માને પ્રકૃતિને માલિક કે કર્તા-હર્તા જાણુ. પુદ્ગલ જડ સાકાર પર્યાની મધ્યમાં આત્મવીર રહે છે. જોકે તે પોતે પિતાને જાણે છે અને સર્વમાં રહે છે, છતાં આગળ આગળનાં પ્રગતિકારક શરીરને ગ્રહે છે. શુભ રાગથી પુદ્ગલેને ગ્રહણ કરી તે પુણ્યરૂપે પરિણુમાવે છે અને અશુભ રાગદ્વેષથી પુદ્ગલ પર્યાને, કે જે અશુભ છે તેઓને, ગ્રહણ કરી પાપબંધ તરીકે બાંધે છે. તે પુણ્યપાપના વિપાકને સુખ-દુઃખરૂપે વેદે છે. જે પુણ્ય અર્થાત્ સુખ વેદે છે તે આનંદરૂપ છે અને જે પાપવિપાક ભેગવે છે તે દુઃખરૂપ છે.
મનને સુખ લાગે એવા પુદ્ગલેને પુણ્યરૂપ જાણવા. મનને દુઃખ વેદાવે એવા પુદ્ગલપર્યાને પાપરૂપ જાણવા. કેઈને જે પુદ્ગલપર્યાએ સુખકારક લાગે છે તે જ પુદ્ગલપર્યા બીજા કોઈને દુઃખરૂપ લાગે છે. મનમાં પ્રગટતાં સુખદુઃખરૂપ પરિણામના ફેરફારોની સાથે પુણ્ય–પાપમાં પણ ફેરફાર થાય છે. પાપના પુદ્ગલો કોઈને આત્મપરિણામે પુણ્યરૂપે પરિણમે છે અને પુણ્યના પુદ્ગલે કેઈને પાપના પુદ્ગલરૂપે પર્યાયાંતરે પરિણમે છે. પુણ્યપુદ્ગલોને પાપપુદ્ગલે તરીકે ફેરવી શકાય છે અને પાપપુદ્ગલેને પુણ્યપર્યાયરૂપમાં એક ભવમાં વારંવાર ફરતા એવા શુભાશુભ પરિણામકારક કમદિના વેગે ફેરવી શકાય છે.
મન, વચન અને કાયાથી પોતાના આત્માને સુખ થાય અને અન્ય જીવોને સુખ થાય તથા દેવ, ગુરુ, ધર્મની ભક્તિઆરાધના થાય એવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી વિચારો તથા કાર્યો કરવાથી પુણ્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી વિરુદ્ધ અશુભ કર્મો કરવાથી પાપબંધ થાય છે. સ્વાર્થિક અને પારમાર્થિક શુભેચ્છાએથી અને શુભ કર્મોથી પુણ્યબંધ થાય છે અને અશુભેચ્છાઓથી તેમ જ અશુભ કર્મોથી અને પાપતત્વનો અંધ થાય છે.
જેનોને જે જે પાપબંધના હેતુઓ છે તે તે પુણ્યબંધના
For Private And Personal Use Only