________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
અધ્યાત્મ મહાવીર શાસ્ત્રોનો પાર નથી આવતું. પરંતુ આપની પ્રેમદષ્ટિના બળથી અંતર્મુહૂર્તમાં સર્વશાસ્ત્રોનાં રહસ્યોને અને છેવટના કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે. આપની કૃપા વિના મનરૂપ પાર કરી શકતું નથી. આપની પૂર્ણ કૃપા અને પૂર્ણ પ્રેમ સદા કાળ મારા પર રહે અને મારે પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ આપના પર રહે. આપને પૂર્ણ સ્નેહ મારી સત્યશુદ્ધાભદશા છે. આખી દુનિયા તે આપની કૃપા આગળ એક તૃણમાત્ર છે.
પ્રેમને બદલે પ્રેમ છે. સત્યને બદલે સત્ય છે. દાનને બદલે દાને છે. જે આપ માટે શરીર અને પ્રાણાદિકને ભેગ આપે છે તે આપને. ભક્ત છે અને તેના પર આપની કૃપા ઊતરે છે. આપના નામરૂપમાં અને આપના શુદ્ધાત્મમહાવીર સ્વરૂપમાં નામરૂપાદિકનો લય કરીને સર્વ વિશ્વમાં આપને જે અનુભવે છે તે જ આપના કૃપાપાત્ર ભક્તો જાણવા. આપના પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ જેને છે અને આપના ભક્તો, જેઓ સમ્યકત્વ-સંસ્કારપૂર્વક પ્રગટ બન્યા છે અને બનશે. તેઓની મુક્તિ થઈ છે, થાય છે અને થશે. આપના જેએ રાગી. છે તેઓ આપને પામે છે. જે જે ભાવથી આપને લાકે ભજે છે તે તે ભાવથી આપ તેને પ્રાપ્ત થાઓ છે. જેના જે ભાવ છે તેને તેવા રૂપે આપ મળે છે. આત્મરૂપ મહાવીરના સર્વ પર્યા. રૂપ ભાવે આવિર્ભાવ પામીને આત્માને મળે છે. આત્મમહાવીરનું દર્શન જેએને પ્રિય લાગે છે તેઓ સત્ય જૈન છે.
ભવિષ્યની આર્ય બાલિકાઓ આપના પર પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથીજ પતિવ્રતાદિ વ્રતના પાલનમાં વીર સતીઓ અને ગિનીઓ બનશે. જે સ્ત્રીઓ આપની ભક્તાણીઓ બનશે તેઓ સર્વ પ્રકારની વીરશક્તિઓવાળાં સંતાનોને પ્રગટાવશે અને તેઓ રત્નફખીઓ ગણાશે. આપની સેવાભક્તિથી આર્ય જૈન મહિલાઓ દાનવીર, ભક્તવીર, શૂરવીર આદિ વીર સંતાનને પ્રગટાવશે. સ્ત્રીઓનાં હૃદયમાં, રક્તમાં, ધાતુઓમાં, કાયામાં, વાણીમાં, આંખમાં, કાનમાં, આત્મામાં
For Private And Personal Use Only