________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૫
પ્રિયદર્શનાને હિતશિક્ષા તે પણ તે વિશ્વના શહેનશાહ એવા પ્રભુને વહાલા છે.
ગૃહસ્થ અને ત્યાગી સંઘની સેવાભક્તિમાં અને પ્રભુ મહાવીરની સેવાભક્તિમાં જેઓ અભેદતા સમજે છે એવા ગૃહસ્થો અને ત્યાગીએના હૃદયમાં આત્મમહાવીરને ઉપશમભાવે, ક્ષયે પશમભાવે અને ક્ષાયિકભાવે પ્રકાશ થાય છે. ચતુવિધ મહાસંઘમાં આધ્યાત્મિક શ્રદ્ધા, પ્રીતિ, ચારિત્રરૂપ મહાવીરને વ્યક્ત ભાવ જ્યાં સુધી સૂર્યની પેઠે ઝળહળે છે ત્યાં સુધી વિધમી રાજ્ય કે કેમથી જૈન મહાસંઘને કદાપિ પરાજય થતું નથી. જૈન મહાસંઘમાં દુર્ણ છે,
રૂપી શત્રુઓ કે વિધર્મીએ જ્યાં સુધી પ્રવેશે નહીં ત્યાં સુધી સર્વ પ્રકારથી બાહ્યાંતર ચઢતી વડે જૈન મહાસંઘ-સામ્રાજ્ય પ્રકાશે છે. - વ્યભિચાર, લાંચ, વિશ્વાસઘાત, પ્રપંચ, દારૂપાન, અધર્મ, હિંસા, દુષ્ટ કદાગ્રહ, ગુરુઓનું અપમાન, જૂઠા સ્વાર્થી, પરસ્ત્રીહરણ, પરમેહ, વેશ્યાસંબંધ, ગુરુ આદિને દ્રોહ, સંઘદ્રોહ, દેવગુરુ-ધર્મ પર અશ્રદ્ધા, અભક્તિ, નામર્દાઈ વૈર, ભ, મૃત્યુભય, પરાશ્રયતા, અભક્ષ્યભક્ષણ, અવિવેક, અનીતિ વગેરે શત્રુઓને મારી હટાવનારા અને પ્રભુ મહાવીરરૂપે સર્વ સંઘને જેનારા જૈનો એ જ જીવતાજાગતાં મહાતીર્થો છે. તેઓના દે ન દેખવા.
સંઘની આગળ નમ્ર બનવું અને મહાસંઘ તરફથી દેશકાળાનુસારે થયેલી આજ્ઞા પાળવી એ જ પ્રભુ મહાવીર દેવની આજ્ઞા છે, એમ જેઓ પૂર્ણ શ્રદ્ધા-પ્રેમથી જાણે છે અને સ્વાધિકાર પ્રવર્તે છે તેઓ કાલાતીત છે. તેઓનો નાશ થતું નથી. શ્રી મહાવીર પ્રભુએ એમ અનેક ઉપદેશ આપ્યા છે અને હવે તેઓ ત્યાગાવસ્થામાં સર્વથા મહાસંઘતીર્થની સ્થાપના કરશે.
For Private And Personal Use Only