________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
અધ્યાત્મ મહાવીર બીજાની સાથે જોડાઈને ચાલે છે. માટે પ્રભુએ કહેલી નીતિઓનો તમારે રાજ્યમાં પ્રચાર કરશે. રાજ્યનીતિઓથી લક્ષમી સ્થિર થાય છે અને વિદ્યાની વૃદ્ધિ થાય છે. પ્રકૃતિની નિયમિત વ્યવસ્થા કરનાર નીતિઓ છે અને મન, વાણી, કાયાની શક્તિ વધારનાર નીતિઓ છે. તે નીતિઓને યાદ રાખી તેમાંથી ભવિષ્યના શ્રષિએ મનુનીતિઓની સ્મૃતિઓ પ્રગટાવશે.
પ્રભુ મહાવીરની આજ્ઞાઓ સમાન અન્ય કોઈની આજ્ઞા મહાન નથી. પરબ્રહ્મ મહાવીર પરમેશ્વરની આજ્ઞા પાળતાં મરવાથી સ્વર્ગ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચક્રવર્તીઓ અને ઈન્દ્રોની આજ્ઞાઓ જો મહેશ્વર મહાવીરદેવની આજ્ઞાએથી ભિન્ન હોય તે જૈનોએ તે આજ્ઞાઓને મરતાં સુધી પણ ન માનવી એમાં જ જૈનોની પ્રગતિ છે.
પરબ્રહ્મ મહાવીરની સર્વ આજ્ઞાઓને સત્ય માનવી અને સ્વાધિકારે બને તેટલી આચારમાં મૂકવી. મોહના દાસ ન બનવું. કામના દાસ ન બનવું. વિષયો અને વૃત્તિઓને જેમ બને તેમ છતવામાં જૈનત્વ છે. પ્રભુ પર પ્રેમ અને શ્રદ્ધા રાખનારાં પશુપંખીઓ પણ જૈનત્વ પ્રાપ્ત કરે છે. અમુક વર્ણ વા લિંગમાં જૈનત્વ નથી, પણ પ્રભુ મહાવીરની સેવાભક્તિમાં જૈનત્વ રહ્યું છે.
રાજન નંદિવર્ધન! એ પ્રમાણે જેઓ સમજે છે અને આત્માની શક્તિઓ ખીલવવા પ્રયત્ન કરે છે તથા ભૂતકાલીન પાપકર્મોને પશ્ચાત્તાપ કરે છે તેઓ પ્રભુપદને પામે છે. જે જેનો જૈનોને દેખીને પરસ્પર એકબીજાને ભેટે છે અને વેરને બદલે મિથી વાળે છે તથા આજીવિકાનાં સાધનમાં મદદ કરે છે તેઓ ખરા જૈને છે. જે સ્ત્રી, ધન, સત્તા વગેરેની કરોડો લાલચને લાત મારીને જૈનધર્મને મૃત્યુના ભયથી પણ ચૂકતા નથી અને વંશપરંપરામાં જૈનધર્મને વહેવડાવવા સર્વસ્વને ભોગ આપે છે તે જૈનો છે. એવા જેનો કદાપિ નિર્ધનમાં નિર્ધન બનેલા હોય
For Private And Personal Use Only