________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયદનાને હિતશિક્ષા
૫૦૯ પ્રભુનામ અને રૂપ તરીકે વિશ્વમાં છે તે, સર્વને કલિયુગમાં પરબ્રહ્મ મહાવીરના નામમાં અંતર થયેલે જાણો. મારા નામના કેઈએ જૂઠા સોગંદ ખાવા નહી. કોઈ પણ ન્યાય કરીને શિક્ષા કરવી. સર્વ જાતની વિઘા, કળા, હુન્નર. વ્યાપારાદિ પ્રવૃત્તિને ઉત્તેજન આપવું. પર્વતની ગુફા છે , નદીતટ, સમુદ્રતટ, દ્વીપ, જંગલ વગેરે જ્યાં મારા ભક્ત મુનિ બાપો વસતા હો ત્યાં જવું અને તેઓની સેવાભક્તિ કરવી. જેમાં મારું ધ્યાન ધરતા હોય તેની સેવા કરવી. મારા ભકતનાં સંકટો ટાળવાં.
સર્વ ગૃહસ્થ તેના પુત્ર ને ત્રણ વર્ષ પર્યત યુદ્ધનું શિક્ષણ આપવું અને પ તુ વિદ્યાથીઓએ હા કરવા. દરેક વર્ણવ ગૃહસ્થાએ યુદ્ધનાં દરેક જાતનાં શસ્ત્ર વાપરતાં શીખવું અને દરરોજ કસરત કરવી. દરેક જાતનું વ્યાવહારિક શિક્ષણ લેવું. સર્વ ખંડાની સાથે વ્યાપાર વ્યવહાર ચલાવો. સર્વ રાજ્યની હિલચાલ જાણવી. જૈન વિદ્યાવત બ્રાહ્મણને ગુરુકુલના ઉપરી નીમવા. મહાગુરુકુલે ચાલે એવો રાજ્ય તરફથી બંદબત કરે છે. જૈન સામ્રાજ્યની પ્રગતિ જેથી થાય અને સ્વાતંત્ર્ય તેમ જ સામાજિક બળને ક્ષતિ ન પહોંચે તેવા કાયદાને દેશકાળાનુસારે કાયદા જાણવા.
સર્વ પ્રજાની શાંતિ, સુખ, પ્રગતિ માટે રાજ્ય સ્થાપનનો ઉદ્દેશ છે. સર્વ પ્રકારના સંઘની દરેક વ્યક્તિને પણ જૈન સામ્રાજ્યમાં સ્વાતંત્ર્ય મળે એ જ રાજ્યસ્થાપનના ઉદ્દેશ છે. અન્ય પ્રજાવર્ગને ગુલામ બનાવવા માટે રાજ્ય નથી અને રાજા નથી. સર્વ પ્રજાસમૂહના બહુમતથી રાજાની સ્થાપના કરવી. મારા હુકમો પાળે તે જેનેએ સંઘનો ઉપરી રાજા અને સંઘપતિ સ્થાપ..
ગૃહસ્થાવાસીઓએ બંધ કરીને આજીવિકા ચલાવવી. આજીવિકાનાં સાધનો વિના ગૃહસંસાર નભી શક્તા નથી. સર્વ પ્રકારનાં વ્યસન–જેથી પિતાના શરીરની, મનની, ધનની, કુટુંબની, જ્ઞાતિની, સંઘની, રાજ્યની અને દેશની પડતી થાય એવાં વ્યસને—ી.
For Private And Personal Use Only