________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર ફેરવ્યા વિના મહત્તા પ્રાપ્ત કરી શકાતી નથી એમ જાણું સર્વ પ્રકારની શક્તિઓને પ્રગટાવ. જલસ્નાનાદિથી શરીરની શુદ્ધિ કર, સત્ય બેલી વાણની શુદ્ધિ કર, સત્ય અને પવિત્ર વિચારથી મનની શુદ્ધિ કર, ચિદાનન્દમય બની સ્વાત્મશુદ્ધિ કર. પવિત્ર અને સ્વચ્છ હવાને ગ્રહણ કર, સ્વચ્છ શુદ્ધ જલ ગ્રહણ કર, સાત્ત્વિક બુદ્ધિને ધારણ કર. ગૃહસ્થાવાસમાં પવિત્ર અતિથિ, સાધુઓ અને સાધ્વીઓની આહારાદિકથી સેવા કર.
બાળાઓ પ્રતિજ્ઞાપાલક અને શુદ્ધ પ્રેમી બને તો જ સંસારમાં તેઓ ભવિષ્યની માતાઓ બની શકે અને તેઓ દેશ, સંઘ, રાય, ધર્માદિની પ્રગતિ કરી શકે. જેઓમાં સત્ય પ્રેમ, પ્રતિજ્ઞાપાલનશક્તિ અને ઉદારભાવનો આવિર્ભાવ થયે હોય છે તેઓ મને પરમપ્રિય છે. પ્રિયદર્શના પુત્રી ! આજીવિકાદિ સાધનોમાં મનુષ્ય ન્યાયનીતિથી ચાલે એ સદુપદેશ આપ. તું પવિત્ર છે. અનેક જન્મથી પણ જે સિદ્ધ દશા યાને મારું શુદ્ધાત્મશિવપદ પ્રાપ્ત ન કરી શકાય એવું છે તે તું આ જન્મમાં પ્રાપ્ત કરનારી છે. મારા પર વિશ્વાસ અને પ્રિમ ધારણ કરનારી બાળાઓ પિતાના ભાવ પ્રમાણે સંસારમાં ઈષ્ટ ફળને પામે છે. પરમાત્મ પરબ્રહ્મ એવા મને મહાવીર પ્રભુ તરીકે માનીને જે બાળાઓ મારાં અનેક પ્રકારનાં ગાને ગાય છે અને અનેક અનુષ્ઠાન કરે છે તેઓ ઇચ્છિત વરને મેળવી શકે છે. અશેક, વડ, પીપળ, આગ્રાદિ અનેક શુભ વૃક્ષો અને પવિત્ર નદીઓ, તળાવ, સાગર, વાવે તથા બાગમાં બેસીને જે બાળાએ મારી ભક્તિ કરે છે, ગરબાઓ ગાય છે, ગુરુઓને પૂજે છે, દાન આપે છે, તપશ્ચર્યાએ કરે છે, તેઓનાં મનમાં મારી શક્તિઓને પ્રકાશ થાય છે. તેઓના મનમાં હું અનેક શક્તિઓ ભરું છું, તેઓનાં મનવાંછિતને હું પૂર્ણ કરું છું.
જે બાળાઓ મારામાં મન રાખીને પવિત્ર એવા મારા ધર્મ પ્રમાણે ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે છે તેઓની સર્વથા પ્રકારે ઉન્નતિ
For Private And Personal Use Only