________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદનાને ઉપદેશ રાજકીય, સંઘાદિ સેવામાં પુરુષાર્થ ફેરવ, આત્મવીરના વિચારોને વારંવાર પ્રગટાવ્યા કર અને સ્વાત્મા, દેશ, કુટુંબ, રાજ્ય, ધર્મની પડતી કરે એવા વિચારને નાશ કર. પિંડમાં રહેલે આત્મા શરીરાદિન ગુલામ ન બને અને પિંડમાં કે બ્રહ્માંડમાં સ્વતન્ત્ર રહી સર્વની સમાન હકે સ્વતંત્રતા જાળવે એવાં સત્કર્મો કર. જેઓ તારી મદદ લેવાને દેડી આવતા હોય અને સત્ય કહેતા હોય તેઓ માટે યથાશક્તિ કંઈક કર. સંસારમાં સ્વર્ગ અને નરક છે. સદ્ગુણેથી સ્વર્ગ છે અને દુર્ગથી નરક છે. મારા સદુપદેશ પ્રમાણે વર્તવાથી સ્વર્ગ છે. આત્મમહાવીરના જે ભક્ત નથી અને જેઓ અસત્ જડ વસ્તુઓના ભક્તો બન્યા છે તેઓને જાગ્રત કર. તમે બીજાઓને જે આપશે તે પાછું તમને મળશે. ધર્મથી સુખ છે અને અધર્મથી દુઃખ થાય છે, એમ સમસ્ત સ્ત્રીવર્ગને સમજાવ.
મારી ભક્તિમાં જેએએ હુંપણું ખાયું છે તેઓ સત્ય ભક્ત છે. જેઓ પશ્ચાત્તાપથી પિતાનાં હૃદયને શુદ્ધ કરે છે તેઓનાં હૃદયમાં હું વ્યક્ત થાઉં છું. હું ભક્તોના હૃદયમાં બહારથી આવતો નથી; સત્તાએ છું તે વ્યક્તભાવે પ્રગટું છું. હું સત્તારૂપે, જ્ઞાનરૂપે અને આનંદરૂપે જ્યાં જ્યાં છું ત્યાં ત્યાં જીવતા મહાવીરદેવ જાણવા. જે જીવતા મહાવીરરૂપ મહાદેવને પૂજે છે તેને શેષ કંઈ પૂજવાલાયક રહેતું નથી.
નિર્દોષ વહાલી સુ(પ્રિય)દર્શના પુત્રી ! તારી સર્વ શુભ વૃત્તિઓ એ દેવીઓ છે અને સદ્દવિચારે એ રૂપક દૃષ્ટિએ દેવો છે. તારામાં જે પવિત્ર આત્મા છે તે વીર, મહાવીર, જયવીર, વર્ધમાનવીર આદિ અનેક સદ્ગુણેના ધામરૂપ વીર છે. તે રૂપ તું પતે છેએમ નિશ્ચય કરીને વર્ત, એટલે અનેક જન્મમાં આત્મમહાવીરની સંપૂર્ણ શક્તિએ જે જે વ્યક્ત કરી શકાય તે આ ભવમાં તારાથી વ્યક્ત કરી શકાશે. આ વિશ્વમાં આત્માથી સર્વ કરી શકાય છે, માટે કઈ કાર્ય ન કરી શકાય એવું નથી. આ વિશ્વમાં શક્તિઓને
For Private And Personal Use Only