________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયદનાને હિતશિક્ષા શક્તિઓને પામશે.
પ્રભુ મહાવીરદેવની ત્યાગાવસ્થામાં જેએને વિશુદ્ધ પ્રેમ પ્રગટશે તેઓ સત્યત્યાગને પામશે, એવી પ્રભુનો આશિષ છે અને તે ફળ્યા વિના રહેતી નથી. ફાગુન પૂર્ણિમાના દિવસે પ્રભુએ જ્ઞાનરૂપી અગ્નિ માટે વિની કીડા પ્રવર્તાવી હતી. તેથી તે દિવસોમાં જેઓ પ્રભુનાં વસતાવીડાના ઉવ કરશે અને પ્રભુના જ્ઞાનનાં ગીત ગાશે તેઓ સત્યાનંદ રતાની પ્રાપ્તિ કરશે.
શ્રી પ્રિયદર્શના પુત્રી! તું સાક્ષાત્ સરસ્વતી છે. પ્રભુદેવની પાસેથી તે જે પાન મેળવ્યું છે તેને પાર આવી શકે તેમ નથી. તારા હૃદયમાં ઉત્તમ ધાર્મિક રાંકારા પડ્યા છે. શુદ્ધ પ્રેમ અને જ્ઞાનથી પ્રભુ મહાવીર પિતાની પાસે જ છે. તેથી આત્મમહાવીરદેવનો વિગ છે જ ક્યાં? શરીર, મન, વાણી દ્વારા તેઓ વિશ્વમાં ત્યાગધર્મ મચારે છે.
ગૃહસ્થધમંથી મુક્તિ થાય છે અને ત્યાગધર્મથી મુક્તિ થાય છે. પુરુષની મુક્તિ થાય છે અને સ્ત્રીની પણ મુક્તિ થાય છે. પરબ્રા મહાવીર પ્રભુનું મન, વાણી અને કાયાથી જે એ શરણ કરે છે તેઓ ઘરમાં અગર વનમાં મુક્તિ પામે છે. પ્રકૃતિને દેખ્યા છતાં “હું કર્તા છું, ભક્તા છું' એવી બુદ્ધિથી પ્રકૃતિને ન દેખતાં પ્રભુમાં સર્વ દેખીને જે પ્રભુમાં પ્રકૃતિનું સર્વ સ્વાર્પણ કરીને વર્તે છે તે પ્રકૃતિરૂપ જડ વિશ્વના કર્તા, ભક્તા, હર્તા હોવા છતાં કર્તા, ભક્તા, હર્તા નથી. જ્ઞાનીને પ્રારબ્દાનુસારે પ્રકૃતિના સંબધ છે. તેથી તે પ્રકૃતિના પ્રારબ્ધ ખેલ ખેલતે છતે બંધાતો નથી,
પ્રકૃતિનું હુંપણું હૃદયમાં જેને નથી તે પ્રકૃતિને ઈશ્વર બને છે. તે કર્મચાગી બને છે. તે વિશ્વમાં સ્વતંત્ર છે. પ્રકૃતિના ઉદયબળથી પ્રકૃતિને ખેંચાયો જ્ઞાની મહાત્મા ખેંચાય છે, પરંતું તેથી તે કર્મપ્રકૃતિનો દાસ બનતું નથી, કારણ કે તેને હદયથી અહંભાવ રહેતું નથી અને ફક્ત સ્વાધિકારે વ્યવહારથી
૩૨
For Private And Personal Use Only