________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ગણું પામે છે. મારા ભક્તોના રક્ષણ માટે ગમે તેવા પાપીઓ હોય તે પણ તેઓ ધર્મયુદ્ધમાં મૃત્યુ પામી અવશ્ય સ્વર્ગમાં જાય છે અને તેનાં પાપ ધોવાઈ જાય છે.
જે લેકે મહાપાપી હોય છે પણ જો તેઓ છેવટે મારું શરણ અંગીકાર કરે છે અને એક પણ નાસ્તિકને મારો જૈન બનાવે છે, તે તેઓ માટે સ્વર્ગનાં દ્વાર ખુલેલાં થાય છે. એક નવા જેને બનાવતાં અનંત છને અભયદાન આપ્યા જેટલું ફળ થાય છે. મારામાં એટલી બધી શક્તિ છે કે મારામાં જેઓ મન સમીપે છે તેમને કાચી બે ઘડીમાં હું મુક્તિ આપું છું.
નંદિવર્ધન! સંસારમાં રહેવા છતાં તું મારામાં મન રાખ. એટલે તું મારાથી અભેદ, અદૂર, પાસેની પાસે પિતાને જણાઈશ. ચારે બાજુઓનાં મહાવરણોને દૂર કરી આન્તરદષ્ટિથી મને દેખ એટલે તુ પિતાને શુદ્ધાત્મ જબ્રા મહાવીરૂપે દેખીશ. આંખ મીંચ અને અંતરમાં દેખ. નંદિવર્ધનને થયેલ અનુભવ :
પ્રિયતમ નંદિવર્ધને તેમ કર્યું અર્થાત્ આંખ મીંચી અંતર્દષ્ટિ કરી એટલે મનની પેલી પાર, ચિત્ત, બુદ્ધિ અને અહંકારનો પેલી પાર અનુશવજ્ઞાનમય પિતાને મહાવીર પ્રભુ તરીકે દેખી ભેદભાવ ભૂલી ગયા અને અજ્ઞાન પામી, પ્રભુમય બની, શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરી પ્રિયતમ નંદિવર્ધન કહેવા લાગ્યા છે. પ્રત્યે મહાવીરદેવ ! વિશ્વદેવ! તમને પ્રણામ કરું છું. સત્તાથી હું, તમે અને વિશ્વના સરે છે એક છીએ. મારા સર્વ સંશય દૂર થયા છે. આપના બે થી મારું અજ્ઞાન નષ્ટ થયું છે. આપ સર્વદેવાધિદેવ છે. અનંત શક્તિમય આપે છે. આપનાથી સર્વ વિશ્વ જીવે છે.
હે પ્રભે ! આપના બંધુ તરીકે પૂર્વે હતો. હવે તે આપ મારા પરમેશ્વર છે અને આપના શરણે હું આવ્યો છું. આપે અનેક પ્રકારનો જૈનધર્મને વ્યાવહારિક અને ધાર્મિક ઉપદેશ દીધે, રાજ્ય કરવાની નીતિઓ સમજાવી અને મને અનંત જ્ઞાનપ્રકાશ
For Private And Personal Use Only