________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
ઇન્દ્રાદિએ કરેલી સ્તુત યુક્તિ અને કલાથી કરવાં પડે તે ધર્મરૂપ છે. રાજ્યમાં પ્રામાણિક સત્તાધિકારીઓ રાખ. ચારે વર્ણના સંઘને સર્વ પ્રકારની યુક્તિકલાથી કેળવ. કલિયુગમાં જૈન ધર્મના વિરોધી શત્રુઓ સાથે તેમના જેવા સર્વ પ્રકારના યુદ્ધગુગકર્મથી લડીને, ધર્માથે અધર્મસાધનને પણ ઉપયોગ કરીને છેવટે જૈનધર્મનો વિય થાય અને આસુરી શક્તિએનો પરાજય થાય એવી રીતે પ્રવર્તાવા માટે મેં ગૃહસ્થાવાસમાં ઉપદેશ કર્યો છે. મેશેખ અને ભેગવિલાસની અતિ પ્રવૃત્તિઓથી દેશ, ધર્મ, સંઘની પડતી થાય છે. ધર્મ વિનાની સર્વ ઋદ્ધિઓને અને સત્તાઓને લાત માર.
ધર્મરહિત રાજ્ય એ રાજ્ય નથી અને મારા સદુપદેશની પ્રવૃત્તિ વિનાનો સંઘ એ સંઘ નથી. વિહીન થઈને જીવવું એ જીવન નથી. દુશ્મનના સકરથી જીવવા કરતાં જેનોના હાથે મરથ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એક તરફ જૈનધર્મી એને નાશ થવાને પ્રસંગ કદાપિ પોતાના હાથે થતો હોય તે પિતાના પ્રાણને નાશ કરે, પણ બીજી તરફથી જૈન ધર્મના વિરોધી શત્રુઓ તરફથી અતિ રૂપવંતી સ્ત્રી, રાજ્ય, લક્ષમી વગેરેની લાલચ મળતી હોય તે તેને ધિક્કાર કરે અને તરત પિતાના પ્રાણનો નાશ કરીને જૈનો અને જૈન ધર્મનું રક્ષણ કરવું.
જૈનો સાથે ગમે તેવો વિરોધ થયે હોય તો પણ મારા પ્રેમ અને વિશ્વાસની ખાતર તે સહન કરે, પણ જેનોની પડતી થાય એવાં કર્મ ન કરવાં–તે જ મારા ભક્તોનું લક્ષણ છે, એમ ભારતમાં જાહેર કર. મારી આજ્ઞા પ્રમાણે વર્તનારા ધામીઓ છે. મારી આજ્ઞા પાળવા માટે જે છેવટે મારે છે તેઓ અવશ્ય સ્વર્ગ પ્રાપ્ત કરે છે. મારી આજ્ઞા પ્રમાણે રાજ્ય ચલાવવું તે રાજા છે. મારી આજ્ઞા પ્રમાણે મરવું તે મૃત્યુગ છે. મારા સદુપદેશને કુતર્કોથી જેઓ અસત્ય ઠરાવવા મથે છે અને મારા ભક્તોને જે દ્રોહ કરે છે તે પાખંડીઓ છે. તેઓ પતિત થાય છે. તેઓ સૂર્ય જેવા ચળકતા હોય છે તે પણ અંતે તેઓ કાળા કોયલા જેવા નિતેજ
For Private And Personal Use Only