________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
અધ્યાત્મ મહાવીર
-
-
-
-
-
-
-
પાપકર્મો કરનારાઓને ચાર પ્રકારની નીતિથી શાસન કર. જૈન મહાસંઘને મારું બહિરંતર સ્વરૂપ જાણ અને ગરીબમાં ગરીબ, અશક્ત, ક્ષુધાર્ત જૈનની સારી પેઠે સેવા કર, ભક્તિ કર. જૈન મહાસંઘ અનાદિકાળથી પ્રવર્તે છે અને અનંતકાળ પર્યન્ત પ્રવર્તશે. જૈન મહાસંઘની ઉન્નતિમાં સર્વસ્વાર્પણ કર અને દીર્ઘ દૃષ્ટિથી પરિણામને નિશ્ચય કરી પ્રવર્ત.
મારા ઉપદેશથી વિરુદ્ધ કઈ પણ દેવ કે દેવીના ઉપદેશ હોય, માન્યતાઓ હોય તે તેને પરિહાર કર તથા મારા સદુપદેશ વિરુદ્ધ કઈ પણ ભૂતકાળનું શાસ્ત્ર હેય વા વર્તમાનમાં કેઈએ અસત્ય રચ્યું હોય તે તેને પરિહાર કર.
જૈનોની સર્વથા ઉન્નતિ કરવામાં અ૯૫ દેવ અને બહુ ધર્મ થાય તે તરફ લક્ષ્ય રાખીને પ્રવર્ત અને શંકારહિત થઈ કાર્ય કર. કાર્ય કર, પણ તેના ફળની ઈચ્છા ન રાખ. મારી ગુપ્ત શક્તિઓ પર વિશ્વાસ રાખ. ઈચ્છાની વિરુદ્ધ જે કંઈ થાય છે કે અણધાર્યું જે કંઈ થાય છે તેમાં ગુપ્ત રહસ્ય છે, એ મારા પર વિશ્વાસ મૂકી પ્રવર્ત.
ગૃહસ્થદશામાં ત્યાગીઓની પ્રવૃત્તિનો અધિકાર નથી. વિવેકબુદ્ધિથી કર્તવ્ય કર્મ કર એટલે ગૃહસ્થાવાસમાં આંતરત્યાગને પામીશ. સર્વ પ્રકારની મનની નબળાઈ ને દૂર કરી રાજ્યધર્મ ચલાવ, દુષ્ટ શત્રુઓના ગુપ્ત પ્રપંચથી સાવધ રહી પ્રવર્ત. જાતે સર્વ રાજયકા પર લક્ષ રાખ અને પ્રજાને આત્માની પેઠે માની સંતોષ. પિતાની ગફલતથી કેઈનું બૂરું ન થાય અને પિતાની ગફલતને કઈ જૂઠે લાભ ન ખાટી જાય તે અપ્રમત્ત બન.
પરસ્ત્રીની જાળમાં ફસાઈ જનારાઓ સ્વ જૈનધર્મરૂપ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થાય છે. રાજ્યમદ, રાજ્યવૈભવ, સત્તાથી મેહન કર. સ્ત્રીઓના ધર્મનું સારી રીતે રક્ષણ કર. સ્ત્રીઓની આબરૂનું રક્ષણ
For Private And Personal Use Only