________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
અધ્યાત્મ મહાવીર ભય, અશક્તિમાં ત્યાગ નથી; આત્માર્પણમાં ત્યાગ છે. ગૃહસ્થોને ગૃહસ્થ કર્તવ્યકર્મોમાં ધર્મ છે અને ત્યાગીઓને અનેક પ્રકારના ત્યાગમાં ધર્મ છે. ગૃહસ્થ ગૃહસ્થધર્મથી મુક્તિ પામી શકતા નથી, પરંતુ ગૃહસ્થદશામાં ત્યાગીએના વિચારેથી અને કર્મોથી મુક્તિ પામી શકે છે. ત્યાગીએ પોતાના સ્વાધિકારે ગુણકર્મોથી મુક્ત થાય છે. સ્વાધિકાર ધર્મ છે, પણ પરાધિકારથી વર્તતાં ધર્મ નથી. આપે એ પ્રમાણે પ્રબંધીને સર્વ પ્રકારના ગુણકર્મવાળા ભિન્ન ભિન્ન અવસ્થાના અનેક ધર્મોને જણાવ્યા છે. જ્યાં શક્તિ છે ત્યાં આપ છે. જ્યાં આપ છો ત્યાં સર્વ જીવતી શક્તિઓ અને ગુણે છે. બાહ્યાંતર સર્વ શક્તિઓને આત્મામાં પ્રગટાવવી તે જ આપરૂપે થવાની કૂંચી છે.
“સત્ય, વિદ્યા, પરાક્રમ, પુરુષાર્થ, આત્મબળ, શારીરિક બળ, તપ, અંત, ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે ગુણરૂપ આપને જેઓ પામે છે તેઓ મહાવીર બને છે. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં જીવતી અનેક શક્તિને પામવી તે જ આપના ભત લોકેનું કર્તવ્ય છે—એ આપે ઉપદેશ આપે છે તેથી આપ પ્રભુ મહાવીર નામથી પ્રસિદ્ધ થયા છો અને સર્વ વિશ્વને મહાવીર બનાવવા સર્વ પ્રકારને ઉપદેશ આપે છે,
પ્રભે ! આપની ગતિને આપ જ જાણી શકે છેઅમે આપના અનંત આશને જાણી શકવા સમર્થ નથી. આપ પ્રભુએ “આત્મા તે જ પરમાત્મા યાને મહાવીર વર્ધમાન છે એમ સર્વ વિશ્વમાં જાહેર કર્યું છે. આપની અસંખ્ય કળાઓને કઈ પણ કળી શકે તેમ નથી. આ૫ જે કાળે અને જે દેશે જે કરે તે વિશ્વોદ્વારાર્થે છે. ગુણકર્મથી મહાવીર બન્યા સિવાય કોઈ જીવ્યું નથી. દેશ, કેમ, સંઘ, રાજ્યાદિકમાં જે મહાવીરપણું પ્રાપ્ત કરે છે તે જ પ્રભુ બને છે. મન-વાણી–કાયાનું સામર્થ્ય જીવતું પ્રકાશવામાં આપનું મહાવીરપણું છે. આપની શક્તિઓના અંશે અંશમાં વીર
For Private And Personal Use Only