________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદર્શનાને ઉપદેશ પ્રગટે છે. માટે મારી વહાલી પુત્રી ! હાલની પુત્રીઓ, કે જે ભવિષ્યની માતાએ છે, તેઓને તું સર્વ જાતનું શિક્ષણ આપ અને તેઓ મારા માટે સર્વ કર્તવ્યકર્મોને સંન્યાસ કરે એવી ઉત્તમ બનાવ.
પ્રીતિ એ સ્ત્રી છે અને જ્ઞાન એ પિતા છે. બન્નેના સંગ વિના સ્વર્ગની ઉત્પત્તિ થતી નથી. પ્રેમ અને જ્ઞાન એ બે વિના કર્મ
ગીઓ પ્રગટી શક્તા નથી. પ્રિયદર્શના ! તેં મારી પાસેથી દેશ, કોમ, પ્રજા, સંઘ, રાજ્ય, ધર્માદિની અનેક વ્યાખ્યાઓ સાંભળી છે. તેથી તું વયમાં નાની હોવા છતાં વિદુષી બની છે. તારામાં વિનય આદિ ચાર પ્રકારની બુદ્ધિ પ્રકટી છે. અનેક પ્રકારના વાદીઓની સાથે તું ચર્ચામાં ઊતરી છે. તારા શબ્દની જનસમાજ પર સારી અસર થાય છે. મારી ભક્તિરૂપ જૈનધર્મ ફેલાવવા માટે તે સર્વસ્વના અર્પણરૂપ ત્યાગમાર્ગની પ્રતિજ્ઞા કરી છે. તે સમય આવે તું પૂર્ણ કરીશ.
વહાલી પુત્રી પ્રિયદર્શના! તે વિશ્વમાં જૈનોની સંખ્યા વધારવા અને અજ્ઞાનાદિ દુષ્ટનો નાશ કરવામાં મારી સાથે રહીને કર્તવ્યકર્મો કરવાની પ્રતિજ્ઞા કરી છે. હાલ શ્રીમતી યશદાદેવીના સમાગમમાં રહેજે. અવસર આવ્યું પાછો હું આ દેશમાં ક્ષત્રિયકુંડ નગરમાં આવશે અને તમને મારા વિદ્ધારક તીર્થસેવાના કાર્યમાં લગાડીશ. વહાલી પુત્રી ! કર્તવ્યકર્મ કરવાના ઉત્સાહથી તારું સમગ્ર જીવન ઉત્સાહિત અને આશાવાળું બનાવ. વિશ્વમાં સકર્મો કરીને હૃદયની શુદ્ધિ કર. જેઓના હૃદયમાં મારી ભક્તિ પ્રગટે છે તેઓ સદા ઉત્સાહી રહે છે. વહાલી પુત્રી ! જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં તું રહે ત્યાં સુધી ક્ષાત્ર ગુણે-કમને સ્વાધિકારે કર અને મારી શૌર્ય–ભક્તિથી આગળ વધ.
મારી પ્રાર્થના-ભક્તિ ગમે તે વખતે, ગમે તે સ્થાનમાં, ગમે તે રીતે થઈ શકે છે, એમ તું જાણું અને સર્વને જણાવ. પિતાના પિાડોશીઓને મારી ભક્તિ શીખવ. નિરાધારને મારે આધાર બતાવ. સાફર અતિથિએને જોઈતી મદદ આં૫. સ્ત્રીવર્ગમાં જે જે મિથ્યા
For Private And Personal Use Only