________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
ત્યાગદીક્ષા મહોત્સવ પ્રવૃત્તિ તે જૈનધર્મ છે. અસંખ્ય દષ્ટિઓનાં અસંખ્ય દર્શનસંપ્રદાય અને તેમના અનુયાયીઓ સર્વે મારા અનંત સ્વરૂપમાં સમાઈ જાય છે અને મનના સંબધે ઊઠેલી દષ્ટિએ પણ મન લય થતાંની સાથે શુદ્ધાત્મમહાવીર થતાં લય પામી જાય છે. મારામાં મન મૂકવાની સાથે તમે સર્વે મુક્ત છે એવો અનુભવ કરી શકશે. ત્યાગનું સ્વરૂપ :
સર્વ દેવળોમાં, દેવળે બહાર, ઘરમાં, વનમાં, ઊંચ-નીચે જ્યાં જુઓ ત્યાં મારું સ્વરૂપ જુઓ અને મારામાં રસિયા બને એટલે તમે સર્વ કરવાને અગર ન કરવાને સ્વતંત્ર છો. પરતંત્રતા, ભય એ બંધન છે અને સ્વતંત્રતા, નિર્ભયતા એ જ મુક્ત છે. મનમાંથી પાપ ટળતાં બાહ્યમાં પણ સ્વતંત્રતા અનુભવાય છે. આત્માની વ્યાપકતા અનુભવો. આત્માના વિશ્વાસી બને. આત્માનું જ્ઞાન સર્વત્ર પ્રસારો. આભમહાવીરરૂપે હું તમને ઉપદેશ આપું છું અને આત્મા વિના અન્ય સર્વ પર થતા મેહને વારવારૂપ ત્યાગ ધર્મ પ્રગટાવું છું. એવા ત્યાગધર્મ અંગીકાર કરવાથી જ લકે માંથી અશાંતિ, અસત્ય, ચેરી, વ્યભિચાર, હિંસા, કલેશ, યુદ્ધ, મારામારી, કાપાકાપી, ખૂન, અવિશ્વાસ, અ!ામાણિકતા, અનીતિ, જુલ્મ, દ્રોહ, અન્યાય વગેરે દોષને નાશ થાય છે અને વિશ્વમાં સત્ય પ્રેમ, સત્ય વિવેક, દયા, કરુણા, જ્ઞાન, ભક્તિ, કર્મચગરૂપ જૈનધર્મ અને જિનધર્મરૂપ મારું સામ્રાજ્ય પ્રગટે છે. તેથી સર્વ જીવોને સુખશાંતિ મળે છે. માટે હે દેવે અને મનુષ્ય ! એવા સત્ય ત્યાગમને હું વ્યવહારથી ઉદ્ધરું છું અને તે તરફ સર્વ લોકોનું મન આકર્ષ છું. પ્રવૃત્તિમાં ભાગ છે અને ત્યાગમાં પ્રવૃત્તિ છે. નિવૃત્તિમાં ત્યાગ છે અને ત્યાગમાં નિવૃત્તિ છે.
તમોગુણી નિવૃત્તિરૂપ પ્રવ્રજ્યામાં સત્ય ત્યાગ નથી. સ્વાધિકાર ત્યાગ અને પ્રવૃત્તિ બનને એકરૂપ છે અને અપેક્ષાઓ જુદાં છે. તે સર્વ લેટેની રુચિ અનુસારે ઉપગપણું તથા અરુચિ એ અનુ
For Private And Personal Use Only