________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદનાને ઉપદેશ અને આચારોથી દૂર રહે. મનની વાસનાઓ પર આત્મશક્તિએ વડે દાબ મૂક. આત્માના કહ્યા પ્રમાણે મન ચાલે એવી રીતે ચાલ. આન્તરના શત્રુઓને માર અને સર્વ જી પર વિશુદ્ધ પ્રેમ ધારણ કર. અ૯૫ દેષ અને ઘણે ધર્મ થાય એવા કર્મો કર. પાપારંભ વિનાની કઈ બાહ્ય પ્રવૃત્તિઓ નથી, તેથી મારામાં સર્વ કર્મોને સંન્યાસ કરીને સ્વાધિકારે કર્મ કર. પરંતુ અધિકાર વિનાની બાહ્ય નિવૃત્તિ, કે જેમાં તામસ, આલસ્ય, પ્રમાદ વગેરે દેષો રહ્યા છે, તેમાં રાજી રહીશ નહીં. પિતાનાથી વયમાં, ગુણમાં, ધર્મમાં જે જે વડીલ હોય તેઓનું માન જાળવ અને સર્વ મનુષ્યની સાથે, સભ્યતાથી વર્ત. વિચાર કરીને બેલ. ગુસ્સાને સદુપયોગ કર. દેશ, સંઘ, રાજ્ય, વ્યાપાર, કેળવણી, આરોગ્ય વગેરેનાં સત્કામાં ભાગ લે. સર્વની વાત સાંભળ, પણ મત બાંધતાં વિચાર કર. સર્વ પ્રકારની બાજુએ ને વિચાર કરી કાર્ય કર. અતિ મજશેખથી કે દેહાદિક ભેગેથી પ્રમાદી ન બન. કુટુંબમાંથી, જ્ઞાતિમાંથી, સ્ત્રીવર્ગમાંથી કલેશટંટા ટળે એવી જ્ઞાનદશા પ્રગટાવ.
અધ્યાના રામચન્દ્રાદિ સૂર્યવંશી ક્ષત્રિયોની પરંપરાએ. આવેલ રાજ્યગણપતિ ક્ષત્રિય યુવરાજ જમાલીની સાથે તારું યૌવનવયમાં લગ્ન થશે.જમાલીના વંશજે કલિયુગમાં રાજગૃહી નગરીમાં અને પશ્ચાત્ મરુધર દેશ, સૌરાષ્ટ્ર દેશમાં રાજ્ય કરશે. શ્રી યશોદા દેવીના બંધુએ હૈહય વંશમાંથી સોલંકી વંશ તરીકે પ્રસિદ્ધ થઈ દક્ષિણ, સૌરાષ્ટ્ર વગેરે દેશમાં રાજ્ય કરશે. નીતિરૂપ જૈનધર્મ એ મારું બાહ્ય સ્વરૂપ છે, એમ જાણ નીતિ પ્રમાણે વર્ત.
મૃત્યુથી જેટલું ન બનવું તેટલું અન્યાયથી બીવું. અન્યાયી દુષ્ટ લેકેને યથાયોગ્ય ઘટતી શિક્ષા કરવી. તે બાબતમાં સ્વશક્તિએને ઉપયોગ કરો. ગરીબ, અનાથ, નિરાધાર સ્ત્રીઓને પ્રકટ રીતે વા ગુપ્ત રીતે મદદ કરવી. જે પુરૂષ મને પરબ્રહ્મ તરીકે સ્વીકારે, જૈનધર્મને સ્વીકારે અને જૈન ગુરુને સ્વીકારે તેની સાથે
For Private And Personal Use Only