________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
અમે મહાવીર બંધ કર્યો અને પ્રભુને નમન વંદન કરી હિતશિક્ષા સંભળાવવા વિજ્ઞપ્તિ કરી. પ્રભુ એ વખતે ઊભા હતા અને સર્વ લેકે તેમની આગળ બે હાથ જોડી ઉભા રહેલા હતા. સર્વ દેવો અને મનુષ્યને, ઘણું દૂર છતાં, તેમની આંખ આગળ પ્રભુ દેખાતા હતા. સાબુનયને સર્વ મનુષે પ્રભુ મહાવીરદેવની હિતશિક્ષા શ્રવણ કરતા હતા.
હે વસિષ્ઠ પિના પુત્ર વાસિષ્ઠ! તમારા પિતા વસિષ્ઠ અપિ, કે જે દેવકમાં હતા તે પણ દેવવેશે ઉપદેશ સાંભળવા આવ્યા હતા. તેમ જ દેવલેકમાં દેવ બનેલા એવા વિશ્વામિત્ર, બદ્રિ, નારાયણ, દત્તાત્રેય, જાલંધર, કેડાલ, અથર્વ, શામ, યાજ્ઞવલકથ, અત્રિ, ધન્વન્તરિ, અર્ચિ, દેવલ, જાબાલિ, કાશ્યપ, શુક, અસિત, ભારદ્વાજ, અગ્નિવેશ્યાયન, હાતિ, કૌડિન્ય, વસ, પાયનસ, માઢર, વાલમીક, બૃહસ્પતિ, વિશ્વામિત્ર, ગૌતમ, ઐલાપત્ય, વ્યાધાપત્ય, કૌશિક, ઉકૌશિક, કુસ, કર્મ વગેરે દેવે, તેમના વંશજ ઋષિએ કે જે મૃત્યુ પામીને દેવકમાં અર્થાત વૈકુંઠ–અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા તે, પણ પરમેશ્વર મહાવીરદેવના ત્યાગમહેલ ભવમાં આવ્યા હતા. તેઓ પ્રભુનાં હિતવચને શ્રવણ કરવા લાગ્યા. તે વખતે પ્રભુનું અપાર તેજ સર્વને જણાતું હતું. વિરાટ દર્શન :
પ્રભુ મહાવીર સર્વ દેવો અને મનુષ્યને કહ્યું : “તમે આંખો મીચી ચિત્ત એકાગ્ર કરો અને મારામાં મન પરોવી દો. પછી હૃદયચક્ષુધી મને દેખે.” એ પ્રમાણે સર્વ ઈન્દોએ, દેવેએ અને મનુષ્યએ આંખ મીંચી પ્રભુ મહાવીરનું ધ્યાન ધર્યું કે તરત સર્વના હૃદયમાં સત્તા વ્યક્તિએ પ્રભુ મહાવીર દેખાવા લાગ્યા. તેમના વિના અન્ય કશું કંઈ દેખાવા ન લાગ્યું. તેઓ પોતાનાં નામરૂપનું ભાન ભૂલી ગયાં. હું પણ પ્રભુ વિના અન્ય કશું કંઈ દેખવા ન લાગી, અને હું પિતાને ભૂલી ગઈ, એમ છે વસિઝષિવંશજ
For Private And Personal Use Only