________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગક્ષા મહત્સવ
૪૩ એ પ્રમાણે મહોત્સવપૂર્વક ગાજતે વાજતે ઈન્દોએ પ્રભુને ક્ષત્રિયકુંડ નગરના ઈશાન કોણમાં આવેલું જ્ઞાતખંડવન, કે જે પાંચ એજનનું હતું, તેમાં અશેકવૃક્ષની નીચે મણિરત્નાદિકથી વિભૂષિત કરેલી પ્રણી પર પ્રભુને પધરાવ્યા. પ્રભુ પરબ્રહ્મ મહાવીરદેવ ચન્દ્રપ્રભા શિબિકામાંથી હેઠા ઊતર્યા કે તરત જ દેવેએ અને મનુષ્યએ પ્રભુના નામને મહા જયઘોષ કર્યો. કુળમહત્તરિક ઓ અને દેવીઓ શિબિકામાંથી હેઠે ઊતરી. પ્રભુની આગળ ઈન્દ્રાણીઓ, દેવીઓ, શ્રી યશોદા મહારાણી અને મેં વગેરેએ મંગલચિહ્નો, અષ્ટમંગલ વગેરેનું આલેખન કર્યું. સર્વે ઈન્દ્રો અને દેવોએ પ્રભુનું પૂજન કર્યું અને પ્રભુના ચરણકમળને તીર્થોદકથી પ્રક્ષાળી તે જલામૃતનું સર્વ રાજાઓએ, દેવોએ પાન કર્યું. શ્રી મહાવીર દેવે સર્વ આભરણે અને પુરુષની માળાઓ વગેરેને હેઠા ઉતાર્યા. તે વખતે સમગ્ર લેકએ પ્રભુને પિતાના હૃદયમાં દીઠા અને તેઓ પ્રભુમય ભાવનાવાળા બની ગયા. શ્રી મહાવીર પ્રભુએ કુળમહત્તરિકાઓ, કે જે પટશાટક વગેરે લઈને બેઠી હતી, તેઓને ઘરેણાં આપ્યાં. શ્રી નેન્દિવર્ધન રાજાએ પ્રભુના ત્યાગમુહૂર્તની સર્વ લેકેને તૈયારી જણાવી. ઈન્દ્રદેવે સર્વ પ્રકારનાં વાજિંત્રે વાગતાં હતાં તે બંધ કરવાનો હુકમ આપે. તે દિવસનું નામ “સુત્રત દિવસ” હતું. માગસર વદી દશમીએ વિજય મુહૂર્તમાં પાંચમૌષ્ટિક લેચ કરી, બે ઉપવાસ કરી પ્રભુએ ત્યાગદીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ નિશ્ચયથી ત્યાગી છતાં વ્યવહારથી લેકેને ત્યાગાદ શીખવવા મહાત્યાગી બન્યા. તે વખતે ઈન્દ્રો અને દેવો પ્રભુને વંદી પૂછ તેમના નામને જય મહાવિજય ઘેાષ કરવા લાગ્યા. શ્રીમતી યશદા દેવીએ પ્રભુની આગળ આરતી મંગલદીવો કર્યો.
શ્રી પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ નમન વંદન કરી પ્રભુને વીનવ્યા કે “હે પ્રભો ! તમે અમારી સંભાળ લેશો. આપ અમારા હૃદયથી દૂર ન થશો.” પ્રિયદર્શનાની વિજ્ઞપ્તિથી સર્વ લેકનાં ચક્ષુમાં આંસુ આવી ગયાં. ઈન્દ્ર મહારાજાએ ત્યાં થતો કે લાહલ
For Private And Personal Use Only