________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર શરીરેથી મળવું તે ક્ષણિક મિલન છે, પણ આત્માથી આત્માનું મિલન તે અનંત નિત્ય મિલન છે. સતીની ગતિ વસ્તુતઃ પતિના આત્મા સાથે એક થઈ, નામરૂપને મતભેદ ટાળી અભેદભાવથી મળવામાં છે. સતીને પતિની સાથે આવ્યભિચારી શુદ્ધ આત્મિક પ્રેમ હોય છે. પ્રભો! આપ સર્વાવસ્થાના શિક્ષણ એટલે કે રહેણીના આદર્શ પ્રભુ છે. આપ વિદ્ધાર કરવા અવતર્યા છો અને હું આપની આજ્ઞારૂપ ધર્મ પ્રમાણે વર્તવા સદા તૈયાર છું. - આપ વિશ્વના સર્વ લેકે ને એકસરખી શક્તિવાળા સર્વે છે એમ જણાવે છે. આપની શક્તિ અપરંપાર છે. પરતંત્રતા અને ગુલામીમાં જકડી રાખનારાં મત, પંથ, રાજ, કાયદાએ, રૂઢિઓ અને તેવા સર્વ અધ્યાસોથી લોકો સ્વતંત્ર અને મુક્ત બને એવા ઉપાયો દર્શાવો છો. દુનિયાના સર્વ જીવને એકસરખું રુચતું નથી અને તે એકસરખા આચારવિચારવાળા બની જતા પણ નથી. જેઓ પૂર્વભવના સંસ્કારીઓ છે, તેઓ આપની હિતશિક્ષાને હૃદયમાં ઉતારી આપના સ્વતંત્ર શક્તિમય માગે વિચરે છે. સર્વ પ્રકારની બાહા અને આધ્યાત્મિક શક્તિસ્વરૂપ એવા આપને જેઓ મન, વાણી, કાયામાં ઉતારે છે તે આપ સરખા બને છે. જેઓ આપ પરમેશ્વર મહાવીરદેવને ઉંચે આકાશમાં રહેલા માને છે તેઓ આપને ઊંચે ગયા વિના પરી શક્તા નથી, પણ આપને જેઓ સર્વત્ર પ્રાણીઓમાં આત્મમહાવીરરૂપે દેખે છે તેઓ શરીરમાં આત્મમહાવીરની શક્તિને પ્રગટાવે છે. આત્મમહાવીરરૂપ જેઓ બનવા ધારે છે તેઓ પ્રથમ બાત, જત, સ્ત્રી, પુરુષ, દેશ, કામના ભેદભાવને ભૂલી જાય છે. તે પૂર્વની દુષ્ટ ભાવનાઓને ભૂલી જાય છે, સેવાશ્રયી બને છે અને જડ પદાર્થોની લાલચ ધરી કેઈને દાસ બની કરગરતા નથી. આત્મબળથી જે જોઈએ તે તેઓ મેળવે છે અને કેઈને ભય રાખતા નથી તેમ જ કેઈની સહાય લેવા ઈચ્છતા નથી. તેઓ દાસત્વ પમાડના રીતરિવાજોના વાડામાં અરની પછે પુરાતા નથી.
For Private And Personal Use Only