________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અધ્યાત્મ મહાવીર રુદ્ર, ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક દેવ અને દેવીએ, નરનારાયણ અને સનકાદિક ઋષિઓ, સર્વ વેદ વગેર સર્વ વિશ્વ મારી સ્તુતિ–ભક્તિ ક્યાં કરે છે. મારી બ્રહાસત્તામાં સર્વ ગ્રહે, દેવ, દેવીઓ, મળ્યો તેમ જ અન્ય જીવ વગેરેની સત્તાનો લય થઈ સમાવેશ થાય છે. મારી સત્તાથી વિશ્વના સર્વ ચેતનેની ચૈતન્યસત્તા જુદી નથી, એકરૂપ છે. તેથી સત્તાસ્વરૂપે સર્વ વિશ્વમાં હું એક છું. મારી આગળ સર્વ લોકે એક અણુ સમાન છે એટલી મારી શક્તિ છે. મારા અનંત સ્વરૂપને કઈ પાર પામી શકતું નથી. ચંદ્ર અને સૂર્ય વગેરે મારી સ્તુતિ ગાયા કરે છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્યા કરે છે. મનુષ્યદેહમાં રહેલ એવા મને પરબ્રહ્મ પરમેશ્વર મહાવીરરૂપે જાણ ઇન્દ્રો વગેરે સર્વ દે મારી સેવામાં હાજર રહે છે.
ધર્મને સર્વ વિશ્વમાં પ્રાદુર્ભાવ કરવા માટે અહિંસા અને સત્યથી હું વિદ્ધાર કરું છું અને કરીશ. આત્માનું અનંત બળ છે. આત્માની આગળ કઈ મહાન નથી. ઈન્દ્રિ, દેહ, મન વગેરેને હલન, ચલન, મનનાદિ વ્યાપાર આત્માથી પ્રવર્તે છે. કર્મ પ્રકૃતિના સંગસંબંધવિશિષ્ટ એવાં બહિરાત્મ દેવ, દેવીઓ, મનુષે તથા અંતરાત્મા દેવ, દેવીઓ, મનુષ્ય વગેરે સર્વે અનંત આત્માઓને હું ઉપરી પરમાત્મા પરબ્રહ્મ મહાવીર દેવ છું. તેઓની પ્રગતિ કરનાર, પાલન કરનાર હું છું. તેઓ સર્વે મારી સત્તાનું અને તીર્થકરાવતારરૂપ વ્યક્તિનું ધ્યાન ધરનારા મારા ભક્તો છે, એમ અવધ. દેવ, દેવીઓ અને માનવો મારી સત્તાની સાથે અભેદભાવે–એકરૂપે પિતાને અનુભવીને મારી સાથે શુદ્ધાત્મભાવે ચણ કરે છે તથા મારા દેહરૂપ સાકાર વ્યક્તિની સાથે શુદ્ધ પ્રેમજ્ઞાનથી જોડાય છે અને નામરૂપની અહંતાને ભૂલી આત્મસત્તામાં રહેલ શુદ્ધાત્મમહાવીરશક્તિઓને પ્રગટાવે છે, ત્યારે તેઓ સત્ય ભક્તો અને ત્યાગીઓ બની સર્વ લોકેનું શ્રેય કરવા મન, વાણી, કાયાને સત્ય ઉપગી એ ઉપગ કરી શકે છે, જે લોકો મને
For Private And Personal Use Only