________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩
આપ્યામ મહાવીર લેકે પાસે અનાદિક હેતું નથી તેઓ ભૂખ વગેરેથી મરે છે. તે પ્રસંગે જે તેઓ ભૂખ્યાઓને અનાદિક આપતા નથી, તે તેઓ મારા ભક્તો ગણાવાને લાયક બની શકતા નથી. પોતાની પાસે અનાદિક છતાં પોતાને ઘેર આવેલાઓને અને માગનારાઓને જે આપતું નથી તે પાપમાર્ગમાં પ્રવેશ કરે છે, તે મોહને તાબેદાર, ગુલામ બને છે અને મારો વિશ્વાસી રહેતું નથી, એમ છે શ્રીમતી યશદાદેવી! જાણ.
શુભાશુભસવ સંબંધથી મન પણ શુભાશુભરૂપ કહેવાય છે. આત્મામાં જ્યારે મન લીન થાય છે ત્યારે શુભાશુભ પરિણામ રૂપ આસવનું ગ્રહણ થતું તથી. મારામાં મન રાખીને જેઓ સંસારમાં આજીવિકાદિ કર્મો કરે છે તેઓ સંસારમાં બંધાતા નથી.
જાતિ-અભિમાન, રૂપ–અભિમાન, વિધા-અભિમાન બલાભિમાન, યૌવનને અહંકાર, લક્ષમીનો અહંકાર, તપને અહંકાર વગેરે અહંકારથી પાપપ્રકૃતિએને બંધ થાય છે, પરંતુ સર્વ પ્રકારના અહંકારનો ત્યાગ કરવાથી સંવર-સંયમની પ્રાપ્તિ થાય છે.
મહાસંઘ, દેવ, ગુરુ, ધર્મ વગેરે માટે પ્રાણાર્પણ કરવાથી, દેહને ત્યાગ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. નામરૂપને અહંકાર ત્યાગીને ગુરુની સેવા કરવાથી મુક્તિ થાય છે.
પુણ્ય સુવર્ણની બેડી સમાન છે અને લેહની બેડી સમાન પાપ છે. પુણ્યથી સાનુકૂલ સંગોની પ્રાપ્તિ થાય છે. પુણ્યથી શુભ સાધન મળે છે. પાપ તડકારૂપ છે અને પુણ્ય છાયા સમાન છે. પુણ્યથી શુભ શરીર મળે છે. પાપનાં કર્મોને ત્યાગ કરીને પુણ્યકર્મો કરવાં અને પશ્ચાત સંવરની સેવા કરવી.
બાળજીવ ગૃહસ્થાવાસમાં પુણ્યકર્મોને કરે છે અને જ્ઞાનીઓ પણ પુણ્યકર્મો કરે છે, પરંતુ તેઓ પુણ્યફળરૂપ પગલિક સુખની ઇચ્છા રેખત-મથી. તેથી તે સંવર અને નિજરને
For Private And Personal Use Only