________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગwનું રૂપ
૩૨૧ તેઓને તે તે દાન કરવાથી આત્માનો અત્યંત વિશુદ્ધિ થાય છે અને મમતા-મૂછનો નાશ થાય છે. દાનને પ્રતિબદલો લેવાની બુદ્ધિએ જેઓ દાન કરે છે તેઓ મેક્ષમાર્ગમાં હળવે હળવે જાય છે અને જેઓ દાન આપીને તેને પ્રતિબદલે લેવા ઈચ્છતા નથી, ફક્ત દાન દેવાથી પોતાની ફરજ અદા થાય છે એમ જાણીને ચેશ્ય વ્યક્તિને ચગ્ય દાન આપે છે તેઓ મોક્ષમાર્ગમાં વીજળીના વેગે ગમન કરે છે. જેઓ નિષ્કામબુદ્ધિએ દાન દે છે તેઓ મોક્ષ મેળવે છે.
ગૃહને દાન સમાન કેઈ ધર્મ નથી. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન તથા જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન આદિ દાનાને સવાધિકારે કરવાથી પુણ્યબંધ, નિર્જરા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
- કુમારિકાઓનાં અને સતીઓનાં શિયળ ભંગ કરનારા દુષ્ટ લેકને પરાજય કરવાથી ધર્મની અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય અને વીર્યરક્ષા કરવા સમાન કેઈ મહાપુણ્ય નથી. આખી પૃથ્વીને સુવર્ણ મંદિરોથી ભરી દેવામાં આવે તેના કરતાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાથી અનંતગણે ધર્મ થાય છે. વીર્યની રક્ષા કરવાથી રોગ, વ્યાધિ, દુબુદ્ધિ, કામ વગેરેને નાશ થાય છે અને ધર્મની રક્ષા થાય છે.
બાળકે અને બાલિકાએ વીસ વર્ષ પર્યત વયની રક્ષારૂપ બ્રહ્મચર્ય પાળી શકે અને મૈથુન, હસ્તકર્માદિ દુષ્ટ ટેવોના તાબામાં ન આવે એવાં ગુરુકુલ વગેરે સર્વસાધનોમાં ભાગ લેવાથી પુણ્ય, ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બાળકો અને બાલિકાએ વીશ વર્ષ પર્યત બ્રહ્મચારી રહે એવાં સાધનમાં છતી શક્તિએ ભાગ ન લેવાથી અને સ્વાધિકાર - પ્રવર્ચાથી દેશ, કોમ, સંઘ, રાજય, પ્રજામાં પાપને પરંપરાએ પ્રચાર થાય છે.
'જેએની પાસે અનાદિક પરિગ્રહ ઘણે હેય છે અને અન્ય ૨૧
For Private And Personal Use Only